મુકેશ અંબાણીની રિલાયન્સને પડ્યો મોટો ફટકો, એક ઝાટકામાં 41 હજાર કરોડ થયા સ્વાહા, આ છે કારણ

Mukesh Ambani Net Worth: પાછલા સપ્તાહે શેર બજારની ટોપ 10 કંપનીઓના માર્કેટ કેપમાં બે લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. તેનું મુખ્ય કારણ બીજા ક્વાર્ટરમાં કંપનીઓની ખરાબ આવક અને FII નું વેચાણ છે. 
 

મુકેશ અંબાણીની રિલાયન્સને પડ્યો મોટો ફટકો, એક ઝાટકામાં 41 હજાર કરોડ થયા સ્વાહા, આ છે કારણ

Share Market: સ્થાનિક શેરબજારમાં ઘટાડાનાં વલણ વચ્ચે, શેરબજારની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી નવની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે રૂ. 2,09,952.26 કરોડ ઘટી છે. હિન્દુસ્તાન યુનિલિવર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ નુકસાન થયું હતું.

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં માત્ર HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન વધ્યું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન રૂ. 44,195.81 કરોડ ઘટીને રૂ. 5,93,870.94 કરોડ થયું હતું. તે જ સમયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 41,994.54 કરોડ ઘટીને રૂ. 17,96,726.60 કરોડ થયું હતું.

અન્ય કંપનીઓમાં, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નું બજાર મૂલ્ય રૂ. 35,117.72 કરોડ ઘટીને રૂ. 6,96,655.84 કરોડ થયું હતું, જ્યારે ભારતી એરટેલનું બજાર મૂલ્ય રૂ. 24,108.72 કરોડ ઘટીને રૂ. 9,47,598.89 કરોડ થયું હતું. Tata Consultancy Services (TCS) નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 23,137.67 કરોડ ઘટીને રૂ. 14,68,183.73 કરોડ થયું છે.

શેરબજારમાં શા માટે કડાકો થયો?
વાસ્તવમાં નબળા ત્રિમાસિક પરિણામો અને સતત FIIની વેચવાલીએ શેરબજારમાં ઘટાડાને લઈને ચિંતિત રોકાણકારોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. નિષ્ણાતો માને છે કે શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ઝડપી વેચાણ છે. રિપોર્ટ અનુસાર વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં 98 હજાર કરોડ રૂપિયાથી વધુની ભારતીય ઈક્વિટી વેચી છે. તેની પાછળનું કારણ ચીનના બજારોનું સસ્તું મૂલ્યાંકન જણાવવામાં આવી રહ્યું છે.

બીજા ક્વાર્ટરમાં ઓછી આવક
ભારતીય કંપનીઓની સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણી નબળી રહી છે. જેના કારણે બજારના વધેલા વેલ્યુએશનને લઈને ચિંતા વધી ગઈ છે. નિષ્ણાતો કહે છે કે બીજા ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામો દર્શાવે છે કે ભારતીય કંપનીઓની આવક અને નફા વૃદ્ધિ દર ધીમો પડ્યો છે.

અમેરિકાની ચૂંટણી 
અમેરિકાની ચૂંટણીને લઈને અનિશ્ચિતતાની ધારણાની અસર બજાર પર પડી છે. 5 નવેમ્બરે યોજાનાર ચૂંટણી પહેલા ટ્રેન્ડમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news