Multibagger stock : આ શેર છે કે નોટ છાપવાનું મશીન! 50 હજારના બનાવી દીધા 1 કરોડ રૂપિયા, જાણો શું કરે છે કંપની

Multibagger Stock : ભારત ઈલેક્ટ્રોનિક્સના સ્ટોકે પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 22 વર્ષ પહેલા માત્ર 50 હજારનું રોકાણ કરી ઈન્વેસ્ટરો આજે કરોડપતિ બની ગયા છે. આ વર્ષે 8 મહિનામાં શેર 69 ટકા ઉછળી 11 સપ્ટેમ્બર 2023ના 147.20 રૂપિયા પર પહોંચ્યો હતો. 

Multibagger stock : આ શેર છે કે નોટ છાપવાનું મશીન! 50 હજારના બનાવી દીધા 1 કરોડ રૂપિયા, જાણો શું કરે છે કંપની

નવી દિલ્હીઃ મલ્ટીબેગર સ્ટોક. આ નામમાં ઘણા સપના છુપાયેલા છે. શેર માર્કેટમાં મોટા ભાગના ઈન્વેસ્ટર આવા શેરને શોધતા રહે છે, જે મલ્ટીબેગર સ્ટોક બની શકે. પરંતુ ઘણા લોકોને નિરાશા હાથ લાગે છે. કારણ કે 10, 20 કે 100 ગણું રિટર્ન આપનાર શેર મેળવવો કોઈ આસાન કામ નથી. સાથે કોઈ શેરના મલ્ટીબેગર બનવાની જર્ની ખુબ લાંબી હોય છે. તે 3થી લઈને 10 વર્ષ, 20 વર્ષ કે તેનાથી પણ લાંબી હોય છે. જરૂરી વાત છે કે શેર કેટલા સમયમાં મલ્ટીબેગર બને છે. આજે અમે એવા મલ્ટીબેગર સ્ટોકની વાત કરી રહ્યાં છીએ. આ ડિફેન્સ સેક્ટરની સરકારી એયરોસ્પેસ અને ડિફેન્સ ઈલેક્ટ્રિક કંપની છે. તેનું નામ ભારત ઈલેક્ટ્રોનિક્સ (Bharat Electronics)છે. 

50 હજારના બનાવી દીધા 1 કરોડ
ભારત ઈલક્ટ્રોનિક્સના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને જોરદાર રિટર્ન આપ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર 25 ઓક્ટોબર 2001ના માત્ર 66 પૈસા પર હતો. હવે તે 132.90 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 વર્ષ પહેલા જો તમે આ શેરમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે રકમ 1 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. લોન્ગ ટર્મ જ નહીં, પરંતુ શોર્ટ ટર્મમાં પણ ભારત ઈલેક્ટ્રોનિક્સના સ્ટોકે શાનદાર રિટર્ન આપ્યું છે. 

8 મહિનામાં 69% નો વધારો
વર્ષ 2023માં પણ આ સ્ટોકે શાનદાર રિટર્ન આપ્યું છે. 30 જાન્યુઆરી 2023ના આ શેર એક વર્ષના નિચલા સ્તર 87 રૂપિયા પર હતો. ત્યારબાદ 8 મહિનામાં આ શેર 69 ટકા ઉછળી 11 સપ્ટેમ્બર 2023ના 147.20 રૂપિયા પર પહોંચ્યો હતો. આ શેરનો રેકોર્ડ હાઈ છે. આ સમયે ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર પોતાના રેકોર્ડ હાઈથી 10 ટકા ડાઉન છે. 

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 26 ટકા વધ્યો નફો
ભારત ઈલેક્ટ્રોનિક્સનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 26 ટકા વધ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 812.3 કરોડ રૂપિયાનો ચોખો લાભ નોંધ્યો હતો. બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કહ્યું કે આ શેરમાં આગળ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રોકરેજે શેરમાં બાયનું રેટિંગ યથાવત રાખ્યું છે. સિક્યોરિટીઝે 150 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે વર્તમાન લેવલથી આશરે 14 ટકા અપસાઇડ છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news