1 માર્ચથી દેશમાં લાગુ થશે પાંચ મોટા નિયમ, તમને થશે સીધી અસર
1 માર્ચથી દેશમાં મોટા બદલાવ આવી રહ્યા છે. મોદી સરકાર (Modi Government) 5 નવા નિયમોને લાગુ કરવાની છે જેની સીધી અસર લોકો પર પડશે. જે લોકોના બેંકમાં એકાઉન્ટ છે તેમણે આ નવા નિયમો ખાસ જાણવા જોઈએ. આ નિયમોના કારણે સામાન્ય લોકોની અર્થવ્યવસ્થામાં મોટા બદલાવ આવશે.
Trending Photos
નવી દિલ્હી : 1 માર્ચથી દેશમાં મોટા બદલાવ આવી રહ્યા છે. મોદી સરકાર (Modi Government) 5 નવા નિયમોને લાગુ કરવાની છે જેની સીધી અસર લોકો પર પડશે. જે લોકોના બેંકમાં એકાઉન્ટ છે તેમણે આ નવા નિયમો ખાસ જાણવા જોઈએ. આ નિયમોના કારણે સામાન્ય લોકોની અર્થવ્યવસ્થામાં મોટા બદલાવ આવશે.
1. બેંક એકાઉન્ટ થઈ શકે છે બ્લોક
જો તમારું ખાતું એસબીઆઇ (SBI)માં હોય તો કેવાયસી હોવું બહુ જરૂરી છે. એસબીઆઇએ ખાતાધારકોને આ મુદ્દે એસએમએસ પણ મોકલ્યો છે. બેંકે આપેલી માહિતી પ્રમાણે કસ્ટરર્સ માટે કેવાયસીની પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. જો તમે આ તારીખ સુધી પ્રક્રિયા પુરી નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ પણ થઈ શકે છે.
2. એલપીજીની કિંમતમાં ઘટાડો
હોળી પહેલાં લોકોને એલપીજીની કિંમતમાં ઘટાડાની રાહત મળી શકે છે. આખા દેશમાં દર મહિને એલપીજીની કિંમત બદલાય છે. મોટી ઓઇલ કંપનીઓ દર મહિને એલપીજીની કિંમતમાં ફેરફાર કરે છે. આ વખતે કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
3. 2000ની નોટ વિશે નિર્ણય
ભારતીય બેંક ખાતાધારકો માટે મોટો બદલાવ છે. હવે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ બહાર નહીં આવે. ઇન્ડિયન બેંક દ્વાર આપવામાં આવેલી માહિતી પ્રમાણે એટીએમમાં 2000 રૂપિયાની નોટ નીકળવાનો વિકલ્પ બંધ થઈ જશે કારણ કે આ નોટ માર્કેટમાં ચલાવવામાં ગ્રાહકોને બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે.
4. લોટરીના નિયમમાં બદલાવ
1 માર્ચથી લોટરી પર 28 ટકા જીએસટી લાગશે. જીએસટી કાઉન્સિલે ગયા વર્ષે આ નિર્ણય લીધો છે.
5. નવો એટીએમ નિયમ
આરબીઆઇએ એટીએમ કાર્ડ સાથે જોડાયેલો નવો નિયમ જાહેર કર્યો છે. આરબીઆઇએ બેંકોને માત્ર ડોમેસ્ટિક કાર્ડનો એટીએમમાં ઉપયોગ કરવા માટે કહ્યું છે. આરબીઆઇએ કહ્યું છે કે ઇન્ટરનેશનલ લેવડદેવડ માટે અલગ મંજૂરી લેવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે