અનુરાગ કશ્યપના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અરવિંદ કેજરીવાલ પર, ટ્વિટ કરીને કહી દીધું કે....

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર શાબ્દિક એટેક કર્યો છે. દિલ્હી સરકારે 2016 રાજદ્રોહ મામલા (Sedition Case)માં કન્હૈયા કુમાર (Kanhaiya Kumar), ઉમર ખાલિદ અને બીજી વ્યક્તિઓ સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. 

અનુરાગ કશ્યપના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અરવિંદ કેજરીવાલ પર, ટ્વિટ કરીને કહી દીધું કે....

નવી દિલ્હી : ફિલ્મમેકર અનુરાગ કશ્યપે (Anurag Kashyap) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર શાબ્દિક એટેક કર્યો છે. દિલ્હી સરકારે 2016 રાજદ્રોહ મામલા (Sedition Case)માં કન્હૈયા કુમાર (Kanhaiya Kumar), ઉમર ખાલિદ અને બીજી વ્યક્તિઓ સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયને કારણે અનુરાગ કશ્યપનો ગુસ્સો ભભુકી ઉઠ્યો છે. 

અનુરાગે પછી કન્હૈયાની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું છે કે, 'મહાશય અરવિંદ કેજરીવાલ જી, તમને શું કહે....spineless તો કોમ્પ્લિમેન્ટ છે...તમે કેટલામાં વેચાયા?' 

— Anurag Kashyap (@anuragkashyap72) February 28, 2020

આ પહેલાં કન્હૈયા કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'સેડિશન કેસની પરવાનગી આપવા બદલ દિલ્હી સરકારને ધન્યવાદ. દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે આ કેસને ગંભીરતાથી લે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સ્પિડ ટ્રાયલ થાય. સત્યમેવ જયતે.'

— Anurag Kashyap (@anuragkashyap72) February 24, 2020

દિલ્હી સરકારે શુક્રવારે દિલ્હી પોલીસને જેએનયુએસયુના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને અન્ય પર 2016ના રાજદ્રોહ મામલામાં મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ વાતની પુષ્ટિ દિલ્હી પોલીસના ટોચના અધિકારીએ પણ કરી છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news