Nitin Gadkari On Electric Vehical: નીતિન ગડકરીએ કહી એવી વાત, કાર અને બાઇક ચલાવનાર થઈ જશે ખુશ

Nitin Gadkari On Electric Vehical : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, જો અમેરિકી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ભારતમાં પોતાનું વાહન બનાવે છે તો તેનાથી કંપનીને ફાયદો થશે.

Nitin Gadkari On Electric Vehical: નીતિન ગડકરીએ કહી એવી વાત, કાર અને બાઇક ચલાવનાર થઈ જશે ખુશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્હાન આપવા પર કામ કરી રહ્યાં છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણમાં ઘટાડો આવવાની સાથે તેલની મોંઘી કિંમતથી પણ રાહત મળી શકે છે. વર્તમાનમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ કે ડીઝલના વાહનોની તુલનામાં વધારે છે. 

પેટ્રોલ કારોથી ઓછી થશે કિંમત
તેના પર કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે આવનારા સમયમાં ઈવીના ભાવ પેટ્રોલ કારોથી ઓછા હશે. તેમણે તે પણ કહ્યુ કે, જો અમેરિકી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા ભારતમાં પોતાનું ઇલેક્ટ્રિક વાહન બનાવે છે તો તેનાથી કંપનીને ફાયદો થશે. 

ઇલેક્ટ્રિક કારના નિર્માણથી થશે ફાયદો
કેન્દ્રીય મંત્રીએ સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, તે દિવસ દૂર નથી જ્યારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત, પેટ્રોલ વાહનોની કિંમતથી ઓછી હશે. તેમણે કહ્યું- ટેસ્લા જો ભારતમાં ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કરશે તો તેને પણ ફાયદો થશે. મહત્વનું છે કે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે હાલમાં ટ્વિટરને ખરીદવાની ડીલ કરી છે. 

ચીનથી આયાત કરવાની ના
ગડકરીએ આ પહેલા 26 એપ્રિલે કહ્યુ હતુ કે જો ટેસ્લા ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે તો કોઈ સમસ્યા નથી. પરંતુ કંપનીએ ચીનથી કારોને આયાત ન કરવી જોઈએ. તેમણે રાયસીના ડાયલોગમાં કહ્યુ હતુ- જો એલન મસ્ક ભારતમાં નિર્માણ કરવા માટે તૈયાર છે, તો કોઈ સમસ્યા નથી. ભારત આવો અને નિર્માણ શરૂ કરો. ભારત એક મોટુ બજાર છે, તે ભારતથી નિર્યાત કરી શકે છે. 

પાછલા વર્ષે ભારે ઉદ્યોગ મંત્રાલયે ટેસ્લાને કહ્યું હતું કે સરકાર દ્વારા કોઈ ટેક્સ છૂટ પર વિચાર કરતા પહેલાં જરૂરી છે કે કંપની ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનોનું પ્રોડક્શન શરૂ કરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news