નવા વર્ષમાં પહેલીવાર આટલા વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ
Trending Photos
નવી દિલ્હી: 10 ઓક્ટોબર બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાલી રહેલી રાહતનો દૌર હાલ અટકતો જોવા મળી રહ્યો છે. ગત ત્રણ દિવસથી સ્થિર ચાલી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગુરૂવારે વધારો થયો છે. ઈંટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતાં તેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે અને પેટ્રોલ 38 પૈસા વધીને 68.88 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે. આ પ્રકારે ડીઝલમાં પણ 29 પૈસાનો વધારો થયો છે.
ચાર મહાનગરોના આ છે ભાવ
ગુરૂવારે ચેન્નઇમાં પેટ્રોલમાં 40 પૈસા અને કલકત્તા તથા મુંબઇમાં 37 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો. આ સાથે જ દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 68.88 રૂપિયા, 71.01 રૂપિયા, 74.53 રૂપિયા અને 71.47 રૂપિયા પ્રતિ લીટર છે. તો બીજી તરફ દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ: 62.53 રૂપિયા, 64.30 રૂપિયા, 65.43 રૂપિયા અને 66.01 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે.
એક ઓઈલ કંપનીના વરિષ્ઠ અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલમાં ઘટાડાનો પુરો ફાયદો સામાન્ય જનતાને આપવામાં આવ્યો છે. જો ક્રૂડ ઓઈલની કિંમત વધશે તો તેન્નો ભાર પણ સામાન્ય પર નાખવામાં આવશે. ઓઈલ નિર્યાતક દેશોના સંગઠન ઓપેકના ઉત્પાદન ઘટવાથી અને વૈશ્વિક સ્તર પર માંગ સારી રહેવાની સંભાવનાથી બ્રેંટ ક્રૂડ વધીને ફરીથી 60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે. માર્ચ ડિલીવરી માટે બ્રેંટ સાડા ત્રણ અઠવાડિયામાં પહેલીવાર 60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.
7 જાન્યુઆરીના રોજ વધ્યા હતા ભાવ
તમને જણાવી દઇએ કે 1 જાન્યુઆરીના પેટ્રોલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ કિંમતોમાં ફેરફાર થયો ન હતો. પરંતુ ચાર જાન્યુઆરીના રોજ 21 પૈસા અને પછી 5 જાન્યુઆરીના રોજ 15 પૈસા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું. ત્યારબાદ છ જાન્યુઆરીના રોજ કિંમત સ્થિર હતી, જ્યારે 7 જાન્યુઆરીના રોજ કિંમત પહેલીવાર વધી. ત્યારબાદ 8 અને 9 જાન્યુઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલ જૂના સ્તર પર છે.
આગામી દિવસોમાં હજુ વધી શકે છે ભાવ
ગત એક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચનાર ક્રૂડ ઓઈલ હવે ફરીથી 57.56 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. એવામાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલમાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ્ના ભાવમાં વધારો કરી શકે છે.
ઇકોનોમીને થયું નુકસાન
ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક ઉછાળો આવતાં ના ફક્ત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે, પરંતુ તેનું નુકસાન દેશની મેક્રો ઈકોનોમીને પણ થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની એક સ્ટડીમાં કહ્યું છે કે ડેફિસિટ વધી શકે છે. મોંઘવારી અને ફિસ્કલ ડેફિસિટના આંકડા પ્રભાવિત થઇ શકે છે અને આ બધાની અસર ગ્રોથ પર પડશે.
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે