5 અઠવાડિયા બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલક્ત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 72.70 રૂપિયા, 75.41 રૂપિયા, 78.38 રૂપિયા, અને 75.55 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ વધીને ક્રમશ: 65.84 રૂપિયા,69.25 રૂપિયા, અને 69.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ (Petrol) અને ડીઝલના ભાવમાં ગત પાંચ અઠવાડિયાથી બાદ શુક્રવારે ફરી વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવથી 10 પૈસાનો પ્રતિ લીટરે વધારો થયો છે. દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ 10 પૈસા જ્યારે કલકત્તામાં નવ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તો બીજી તરફ ડીઝલના ભાવ દિલ્હી, કલકત્તા અને ચેન્નઇમાં નવ પૈસા જ્યારે મુંબઇમાં 10 પૈસા પ્રતિ લીટરે વધ્યા છે.
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલક્ત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 72.70 રૂપિયા, 75.41 રૂપિયા, 78.38 રૂપિયા, અને 75.55 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ વધીને ક્રમશ: 65.84 રૂપિયા,69.25 રૂપિયા, અને 69.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
આ પહેલાં એક ઓક્ટોબર 2019ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો જ્યારે પેટ્રોલના ભાવ આ ચાર મહાનગરોમાં ક્રમશ: 74.61 રૂપિયા, 77.23 રૂપિયા અને 77.50 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો અને ડીઝલ ક્રમશ: 67.49 રૂપિયા, 69.85 રૂપિયા, 70.76 રૂપિયા અને 71.30 રૂપિયા લીટર થઇ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે