જલદી 6 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી શકે છે પેટ્રોલના ભાવ, એક્સપર્ટ પાસેથી જાણો કારણ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવતાં ભારતની ઓઇલ કંપનીઓ આગામી 15 દિવસ ડીઝલ અને ગૈસોલીનના ભાવમાં 5 થી 6 રૂપિયા પ્રતિ લીટરનો વધારો (Petrol-Diesel Price) કરી શકે છે.
Trending Photos
મુંબઇ: દુનિયાની મોટી ઓઇલ કંપની અરામકોના બે પ્લાન્ટ પર હુમલા બાદ ઓઇલની સપ્લાય વિક્ષેપિત થતાં આ મહિનાના અંત સુધી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price)માં પાંચથી છ રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થઇ શકે છે. એવું એક્સપર્ટનું અનુમાન છે. કોટકના એક તાજેતરના રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવતાં ભારતની ઓઇલ કંપનીઓ આગામી 15 દિવસ ડીઝલ અને ગૈસોલીનના ભાવમાં 5 થી 6 રૂપિયા પ્રતિ લીટરનો વધારો (Petrol-Diesel Price) કરી શકે છે. જો આ અનુમાન સાચું થયું તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત સપ્ટેમ્બરના અંત સુધી 78 રૂપિયા પ્રતિ લીટર થઇ શકે છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 72.17 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.
57 લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન વિક્ષેપિત થયું
સાઉદી અરબના ઓઇલ પ્લાન્ટ પર હુમલા બાદ સોમવારે ઓઇલના ભાવ લગભગ 20 ટકાના વધારા સાથે 71 ડોલર પ્રતિ બેરલની ઉપર જતો રહ્યો હતો. જોકે પછી તેમાં થોડો ઘટાડો આવ્યો હતો. ઓઇલ કંપની સાઉદી અરામકોએ એક નિવેદનમાં કહ્યું હુમલાના કારણે દરરોજ 57 લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન વિક્ષેપિત થયું છે. જણાકરોએ જણાવ્યું કે દુનિયાની બીજી સૌથી મોટી ઓઇલ ઉત્પાદક કંપની અરામકો પર હુમલાના લીધે ઓઇલના ભાવમાં આગામી કેટલાક દિવસો દરમિયાન તેજી રહેશે.
સાઉદીથી ઓઇલની સપ્લાઇ વિક્ષેપિત કરવામાં આવી
બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ દ્વારા કહ્યું કે હુમલાથી સાઉદી અરબ પાસેથી ઓઇલની સપ્લાઇ વિક્ષેપિત કરવામાં આવી છે. માટે અમારું માનવુ છે કે અમે દોષીને જાણીએ છીએ, પરંતુ અમે કિંગડમ દ્વારા સાંભળવા માંગીએ છીએ કે તે કોઇ હુમલાની જવાબદારી માનીએ છીએ અને અમે કઇ શરતો હેઠળ તેના પર કાર્યવાહી કરીશું. કિંગડમના આંતરિક મામલાના મંત્રીએ કહ્યું કે શનિવારે આરામકોના બે મુખ્ય ઓઇલ પ્લાન્ટ પર હુમલા કરવાનો દાવો યમનના હૈતી વિદ્વોહીઓએ કર્યો છે.
કોણ છે હૂતી વિદ્વોહી?
લાંબા સમયથી સાઉદી અને યમન સરકાર વિરૂદ્ધ યુદ્ધરત છે. ગત મહિને શયબાહ નેચરલ ગેસ સાઇટ પર હુમલો કર્યો હતો. 2015થી યમન સરકાર વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે. યમનની રાજધાની સના સહિત મોટાભાગનો કબજો છે. યમનની સેનાની મદદ કરતાં સાઉદી પણ નિશાના પર છે. માનવામાં આવે છે કે ઇરાની હૂતી વિદ્બોહીઓની મદદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે