એક PF Account થી બીજામાં ઓનલાઈન ટ્રાંસફર કરી શકાય છે ફંડ, જાણો આ છે પ્રોસેસ

PF Online Transfer: PFના વિવિધ ખાતાઓને એકમાં ટ્રાંસફર કરવું હવે થઈ ગયું છે એકદમ આસાન. હવે એક સામાન્ય પ્રોસેસથી તમે ઘરે બેઠાં કરી શકો છો પીએફ ટ્રાંસફર.

એક PF Account થી બીજામાં ઓનલાઈન ટ્રાંસફર કરી શકાય છે ફંડ, જાણો આ છે પ્રોસેસ

નવી દિલ્લીઃ PF Transfer: નોકરીયાત લોકો પોતાના કરિયરમાં વિવિધ સંસ્થાઓમાં નોકરી કરતા હોય છે. એવામાં એક જોબ ચેન્જ કરીને બીજી જોબમાં જવાથી લોકોના પીએફ ખાતા પણ બદલાઈ જાય છે. જેને કારણે મોટાભાગના લોકોને જૂના પીએફ ખાતામાંથી પૈસા નીકાળવા અથવા ફંડ ટ્રાંસફર કરવામાં ભારે તકલીફ પડે છે. બે ખાતા હોય ત્યારે એકમાંથી બીજામાં ફંડ ટ્રાંસફર કરી શકાય છે. પીએફ ટ્રાંસફર કરવાની પ્રોસેસ ખુબ જ સરળ છે. માત્ર તમારે નીચે જણાવેલાં સ્ટેપ્સ ફોલો કરવાના છે. 

EPFO - Latest News on EPFO | Read Breaking News on Zee News

આટલું કરો
1) કર્મચારીનો UAN એટલેકે, યૂનિવર્સલ એકાઉન્ટ નંબર EPFO ના મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર એક્ટિવેટ હોવો જોઈએ.
2)  UAN એક્ટિવેટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ નંબર પણ એક્ટિવ હોવો જોઈએ. કારણકે, OTPને પણ આજ નંબર પર મોકલામાં આવશે.
3) કર્મચારીનો બેંક એકાઉન્ટ બંર અને આધાર નંબર તેના UAN સાથે લીંક હોવો જોઈએ.
4) છેલ્લી જોબની ડેટ ઓફ એગ્ઝિટ પહેલાંથી જ હોવી જોઈએ. જો ન હોય તો તેને પહેલાં અપડેટ કરી લો,. 
5) નિયોક્તા દ્વરા ઈ-KYC પહેલાંથી જ મંજૂર હોવી જોઈએ.
6) છેલ્લી મેમ્બર આઈડી માટે માત્ર એક ટ્રાંસફર રિક્વેસ્ટ મંજૂર કરવામાં આવશે,
7) એપ્લાય કરતા પહેલાં મેમ્બર પ્રોફાઈલી અંદર આપવામાં આવેલી અંગત જાણકારીને વેરિફાઈ અને કન્ફર્મ કરી લો.
8) વેલિડ ઓળખ પત્ર (પાનકાર્ડ, આધર કાર, ડ્રાઈવીંગ લાઈસન્સ)ની સોફ્ટ કોપી પણ તૈયાર રાખો.

એકાઉન્ટ ટ્રાંસફર કરવાની આ છે પ્રોસેસ
1) EPFOના યૂનિફાઈડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ અને  UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
2) લોગ ઈન પછી ‘Online Services’ પર જાઓ અને ઓપ્શન 'one member one epf એકાઉન્ટ(ટ્રાંસફર રિક્વેસ્ટ)' પર ક્લિક કરો.
3) વર્તમાન નિયુક્તિ સાથે જોડાયેલી અંગત જાણકારી અને પીએફ એકાઉન્ટને વેરિફાઈ કરો.
4) ત્યાર બાદ Get Details ઓપ્શન પર ક્લિક કરો. તમારે છેલ્લી નિયુક્તિની પીએફ અકાઉન્ટ ડિટેલ્સ આપવી પડશે.
5) ઓનલાઈન ક્લેમ ફોર્મને અટેસ્ટ કરવા માટે પાછલા નિયોક્તા અને વર્તમાન નિયોક્તામાંથી કોઈપણ એકને સિલેક્ટ કરો. તમે એને ઓથોરાઈઝ્ડ સિગ્રેટરી હોલ્ડિંગ DSCના આધારે પસંદ કરો.
6) બન્ને માંથી કોઈપણ નિયોક્તાને પસંદ કરીને મેમ્બર આઈડી અથવા UAN આપો.
7) બધા કરતા છેલ્લે ‘Get OTP’ ઓપ્શન પર ક્લિક કરો. જેથી તમારી પાસે  UANમાં રઝિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. પછી એ ઓટીપીને નાંખીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. 

ત્યાર પછી એક ટ્રેકિંગ આઈડી જનરેટ થશે. જેનાથી આવેદનને ટ્રેક કરવું વધુ આસાન બનશે. આ ઉપરાંત કર્મચારીને ટ્રાંસફર ક્લેમ ફોર્મ (ફોર્મ-13) ડાઉનલોડ કરવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news