18 પૈસાના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 23 કરોડ, શેર ખરીદવા તૂટી પડ્યા ઈન્વેસ્ટર, લાગી અપર સર્કિટ
Piccadily Agro Industries share: સુગર ઉદ્યોગની એક સ્મોલ-કેપ કંપની પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં સતત તેજી જોવા મળી રહી છે.
Trending Photos
Piccadily Agro Industries share: ખાંડ ઉદ્યોગની એક સ્મોલ-કેપ કંપની પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે મંગળવારે પણ આ શેરમાં 5 ટકા તેજી જોવા મળી અને તે 430.25 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો છે. તેનો 52 વીકનો નવો હાઈ પ્રાઇઝ પણ છે. નોંધનીય છે કે કંપનીના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. એક સમમાં આ પેની સ્ટોક હતો, તેણે લાંબાગાળામાં 2,38927% નું રિટર્ન આપ્યું છે. ફેબ્રુઆરી 2003માં આ શેરની કિંમત 18 પૈસા હતા. એટલે કે ત્યારથી તેણે 1 લાખના રોકાણને 23 કરોડથી વધુ કરી દીધુ છે.
એક વર્ષમાં 800 ટકાથી વધુની તેજી
આ સ્ટોકે છેલ્લા 3 વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને અનેક ગણું રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષમાં આ સ્ટોક 3825 ટકાથી વધુ વધી ગયો છે. માર્ચ 2021માં આ શેરની કિંમત 10.9 રૂપિયા હતી, જે વર્તમાનમાં વધીને 430.25 રૂપિયા પર આવી ગયો છે. આ વચ્ચે છેલ્લા એક વર્ષમાં ₹45.35 થી વધી લગભગ 849 ટકા વધી ગયો છે. આ વર્ષે સ્ટોકે અત્યાર સુધી 4માંથી 3 મહિનામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને 56 ટકા વધી ગયો છે.
માર્ચમાં 16 ટકાના ઘટાડા બાદ એપ્રિલમાં સ્ટોક અત્યાર સુધી 42 ટકા વધી ગયો છે. આ વચ્ચે ફેબ્રુઆરીમાં તે 21 ટકાથી વધુ અને જાન્યુઆરી 2024માં 8 ટકાથી વધુ ઉપર ગયો છે. 16 એપ્રિલ, 2024ના શેરની કિંમત 430.25 રૂપિયાના પોતાના હાઈ પર પહોંચી ગઈ છે. સ્ટોક માર્કેટ એનાલિસ્ટ માર્કેટ્સમોજોએ પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ માટે બાય રેટિંગ આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે