1 શેર પર 6 બોનસ શેર આપવા જઈ રહી છે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ અને વિગત

Bonus Stock: પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મ્સ લિમિટેડ (Pooja Entertainment And Films Ltd) એ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 6 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. 

Trending Photos

1 શેર પર 6 બોનસ શેર આપવા જઈ રહી છે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ અને વિગત

Bonus Stock: આ સપ્તાહે શેર બજારમાં પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મસ લિમિટેડ (Pooja Entertainment And Films Ltd)એ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 6 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે કંપનીના શેરમાં 2 ટકાની અપર સર્કિટ લાગી હતી. આવો જાણીએ આ સ્ટોક વિશે...

શેર બજારને આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 6 શેર બોનસ તરીકે આપવામાં આવશે. આ બોનસ ઈશ્યૂ માટે 9 ડિસેમ્બરની તારીખ રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે કંપની પ્રથમવાર પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેરની ભેટ આપવા જઈ રહી છે. 

શેર બજારમાં કેવું છે પ્રદર્શન?
શુક્રવારે કંપનીના શેરનો ભાવ 2 ટકાની અપર સર્કિટ લાગ્યા બાદ બીએસઈમાં 393.65 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા. પાછલા છ મહિનામાં કંપનીના શેરની કિંમતમાં 138 ટકાની તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં આ સ્ટોક પોતાના પોઝીશનલ ઈન્વેસ્ટરોને 90 ટકાનું રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. 

શેર બજારમાં કંપનીનો 52 વીક હાઈ 393.65 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 149.40 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news