કોરોના: RBIની એક જાહેરાત...અને Mutual Fundsમાં પ્રાણ ફૂંકાયા!, જાણો વિગતો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન દરમિયાન આર્થિક મંદીને ટાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. કેન્દ્રીય રિઝર્વ બેન્ક લોકડાઉન શરૂ થવાથી લઈને અત્યાર સુધીમાં બેવાર રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે. આ બધા વચ્ચે તાજા સમાચાર એ છે કે આરબીઆઈએ હવે Mutual Funds માં પ્રાણ ફૂંકવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન દરમિયાન આર્થિક મંદીને ટાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. કેન્દ્રીય રિઝર્વ બેન્ક લોકડાઉન શરૂ થવાથી લઈને અત્યાર સુધીમાં બેવાર રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે. આ બધા વચ્ચે તાજા સમાચાર એ છે કે આરબીઆઈએ હવે Mutual Funds માં પ્રાણ ફૂંકવાનો નિર્ણય લીધો છે.
RBI Announces ₹ 50,000 crore Special Liquidity Facility for Mutual Funds (SLF-MF)https://t.co/Kq15TPFulr
— ReserveBankOfIndia (@RBI) April 27, 2020
50 હજાર કરોડ રૂપિયાની મદદ
આરબીઆઈએ Mutual Funds ને આ સંકટમાંથી બહાર કાઢવાનો પ્લાન બનાવ્યો છે. જેના માટે 50 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. આરબીઆઈની આ સ્કિમ આજથી 11 મે સુધી લાગુ રહેશે. આ સાથે જ ફંડિંગ માટે બેન્ક કોઈ પણ બિઝનેસ ડેમાં આરબીઆઈમાં એપ્લાય કરી શકે છે. જાણકારોનું કહેવું છે કે આરબીઆઈએ Mutual Fundsમાં લિક્વિડિટીના પ્રેશરને ઓછું કરવા માટે જ આ સુવિધાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ આરબીઆઈએ દોહરાવ્યું કે તે નાણાકીય સ્થિરતાને સંરક્ષિત કરવા અને અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે દરેક શક્ય પગલાં લેશે.
જુઓ LIVE TV
જાણકારોનું કહેવું છે કે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે સ્વેચ્છાએ પોતાની 6 ક્રેડિટ સ્કિમ્સ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ જાહેરાત બાદ રોકાણકારોમાં હડકંપ મચ્યો. ત્યારબાદ એક્સપર્ટ્સ લોકોને રોકાણ નહીં કરવાની સલાહ આપતા હતાં. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ માર્કેટની હાલત પહેલેથી ખરાબ હતી. આવામાં હવે કોરોનાના કારણે હાલાત વધુ ખરાબ થયા છે. જેના કારણે રોકાણ પર ખતરો વધી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે