હવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાન
Reliance Jio IPO: ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે 2025માં રિલાયન્સ પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.
Trending Photos
Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) 2025 સુધી પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો આ આઈપીઓ આશરે 100 બિલિયન ડોલરથી વધુનો હોવાનો છે. મામલા સાથે જોડાયેલા બે સૂત્રોએ તેની જાણકારી આપી છે.
ક્યારે આવશે રિલાયન્સ રિટેલનો IPO?
તમને જણાવી દઈએ કે 2019માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ કહ્યું કે 5 વર્ષની અંદર રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલનો આઈપીઓ લાવવાના છે. Jio ને લઈને આવેલા અપડેટની સાથે સૂત્રોએ તે પણ જણાવ્યું કે રિલાયન્સ પોતાના રિટેલ બિઝનેસનો આઈપીઓ બાદમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેને લઈને હજુ સુધી કંપની તરફથી કોઈ ટાઈમલાઇન શેર કરવામાં આવી નથી.
કેમ લાવશે આઈપીઓ
રોયટર્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે રિલાયન્સે હવે 2025માં રિલાયન્સ જિયો આઈપીઓ (Reliance Jio IPO) લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીનું માનવું છે કે તેણે ભારતમાં નંબર 1 ટેલિકોમ ખેલાડી બનવા માટે એક સ્થિર વ્યવસાય અને રેવેન્યૂ સ્ટ્રીમ હાસિલ કરી લીધી છે. પરંતુ એક સૂત્રના હવાલાથી રોયટર્સે જણાવ્યું કે રિલાયન્સ રિટેલનો આઈપીઓ 2025 બાદ આવવાની આશા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે