શેર માર્કેટમાં તેજી યથાવત, સેન્સેક્સ 280 પોઇન્ટ મજબૂત
વૈશ્વિક સંકેતોની મજબૂતીની અસર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં જોવા મળી રહી છે. એક દિવસ પહેલા ભારે તજીની સાથે બંધ થયેલા દેશના મુખ્ય શેરબજારમાં શુક્રવાર સવારે ટ્રેડિંગ સત્રની શરૂઆત મજબૂતી સાથે થઇ છે
Trending Photos
મુંબઇ: વૈશ્વિક સંકેતોની મજબૂતીની અસર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં જોવા મળી રહી છે. એક દિવસ પહેલા ભારે તજીની સાથે બંધ થયેલા દેશના મુખ્ય શેરબજારમાં શુક્રવાર સવારે ટ્રેડિંગ સત્રની શરૂઆત મજબૂતી સાથે થઇ છે. 30 પોઇન્ટથી વધીને સેન્સેક્સ 194 પોઇન્ટની મજબૂતી સાથે 37,521.30ના સ્તર પર ખુલ્યો, તો બીજી તરફ 50 પોઇન્ટથી વધીને નિફ્ટી 55 પોઇન્ટે પોહંચી 11,087.90ના સ્તર પર ખુલ્યો છે.
ટ્રેડિંગ સેશન દરમિયાન સવારે 10.20 વાગ્યે સેન્સેક્સ 280.27 પોઇન્ટના વધારા સાથે 37607.63 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. લગભગ આ સમયે નિફ્ટી 86.85 પોઇન્ટના વધારા સાથે 11119.30 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો હતો. આ પહેલા ગુરૂવારે સેન્સેક્સ 636.86 પોઇન્ટના વધારા સાથે 37,327.36 પર અને નિફ્ટી 176.95 પોઇન્ટના વધારા સાથે 11,032.45 પર બંધ થયો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે