EXCLUSIVE : BJP મહાસચિવ રામ માધવે કહ્યું- અમે PoK ઉપર પણ આગળ કામ કરી રહ્યા છીએ...

કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ભાજપના મહાસચિવ રામ માધવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાંથી કલમ 370 હટવાથી ત્યાં વિકાસની નવી ધારા વહેશે. રોજગારી અને રોકાણ વધશે. આ સાથે જ ભારતના આ નિર્ણય બાદ ધૂંધવાયેલું પાકિસ્તાન સતત નિવેદનો આપી રહ્યું છે જેના પર તેમણે કહ્યું કે પાકિસ્તાનની પ્રતિક્રિયાથી આપણે કોઈ મતલબ હોવો જોઈએ નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર તેમણે કહ્યું કે પાક અધિકૃત કાશ્મીર છે તેના ઉપર પણ અમે આગળ કામ કરી રહ્યાં છીએ. ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીતમાં તેમણે આ બધી વાતો  ખુલીને કરી. 
EXCLUSIVE : BJP મહાસચિવ રામ માધવે કહ્યું- અમે PoK ઉપર પણ આગળ કામ કરી રહ્યા છીએ...

માધુરી કલાલ/ નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ભાજપના મહાસચિવ રામ માધવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાંથી કલમ 370 હટવાથી ત્યાં વિકાસની નવી ધારા વહેશે. રોજગારી અને રોકાણ વધશે. આ સાથે જ ભારતના આ નિર્ણય બાદ ધૂંધવાયેલું પાકિસ્તાન સતત નિવેદનો આપી રહ્યું છે જેના પર તેમણે કહ્યું કે પાકિસ્તાનની પ્રતિક્રિયાથી આપણે કોઈ મતલબ હોવો જોઈએ નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર તેમણે કહ્યું કે પાક અધિકૃત કાશ્મીર છે તેના ઉપર પણ અમે આગળ કામ કરી રહ્યાં છીએ. ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીતમાં તેમણે આ બધી વાતો  ખુલીને કરી. 

રામ માધવનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ...

રામ માધવ સાથેના ઈન્ટરવ્યુની મહત્વની વાતો...

- કાશ્મીર જે આપણા એડમિનિસ્ટ્રેશનમાં છે, તેના ઉપર કોઈ પણ નિર્ણય આપણી સરકાર લેશે. 
- રામ મંદિરનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને 3 મહિનામાં નિર્ણય આવવો જોઈએ. 
- રામ મંદિરના નિર્ણયની જાહેરાત બાદ પણ દેશમાં હર્ષનો જ માહોલ હશે. 
- જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે તેના ઉપર પણ અમે આગળ કામ કરી રહ્યાં છીએ. 

- જનધન યોજનાઓથી 30 કરોડ લોકોને લાભ થયો. 
- બધાનો વિકાસ અમારો મુદ્દો રહ્યો છે. 
- 7.2 ગ્રોથ રેટ આ વખતે રહે તેવી શક્યતા છે. 
- સુષમાજીનું વ્યક્તિત્વ વિલક્ષણ રહ્યું હતું. એકદમ સકારાત્મક, એકદમ પ્રેમથી રહેવું, તેમના જેવા વ્યક્તિત્વના લોકો હવે રાજકારણમાં ખુબ ઓછા છે. મહિલા રાજકારણીઓ માટે સુષમાજી એક પ્રેરણા છે. મોદીજી ફક્ત રાષ્ટ્રહિત માટે જ વિચારે છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news