કાશ્મીરની ચિંતા વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ તૂટ્યો, શેરબજારમાં મોટો ઘટાડો
સેન્સેક્સ 418 પોઈન્ટના ઘટાડા સાથે 36699 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 134 પોઈન્ટના ઘટાડા સાથે 10862 પર બંધ થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કાશ્મીર મામલા પર વિવાદ વચ્ચે શેર બજારમાં કડાકો થયો હતો. સેન્સેક્સ 418 પોઈન્ટના ઘટાડા સાથે 36999 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 134 પોઈન્ટના ઘટાડા સાથે 10862 પર બંધ થઈ હતી. દિવસ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે સેન્સેક્સમાં 700 પોઈન્ટ સુધીનો કડાકા સાથે 36,416.79ના સ્તર પર પહોંચી ગયો હતો.
આજે સપ્તાહના પ્રથમ દિવસે દેશની મુખ્ય શેરબજાર ઘટાડા સાથે ખુલી હતી. રાજકીય ગલિયારોમાં કાશ્મીર પર ચાલી રહેલી અફરા-તફરીની અસર માર્કેટ પર જોવા મળી હતી. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 99.30 પોઈન્ટના વધારા સાથે 37,118.22 પર અને નિફ્ટી 17.35 પોઈન્ટના વધારા સાથે 10,997.35 પર બંધ થઈ હતી.
કાશ્મીરના મુદ્દા સિવાય અન્ય ઘણા ફેક્ટર છે, જેના કારણે માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નકારાત્મક ક્વાર્ટર પરિણામને કારણે રોકાણકારોનો વિશ્વાસ ઓછો થયો છે. ઓટો સેક્ટરમાં મંદી છે. બેન્કિંગ સેક્ટરની સ્થિતિ પણ ખરાબ છે. તેથી વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાંથી પૈસા કાઢી રહ્યાં છે. આ સિવાય ઘરેલૂ રોકાણકારો પણ રોકાણ કરવાના મૂડમાં નથી. પરંતુ 7 ઓગસ્ટે રિઝર્વ બેન્ક નાણાકીય નીતિની જાહેરાત કરશે. આશા છે કે એકવાર ફરી સેન્ટ્રલ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે. જો તેમ થાય તો શેર જબારમાં તેજી જોવા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે