ક્યાંક તમે નકલી પાનકાર્ડનો તો ઉપયોગ નથી કરી રહ્યા? આ સરળ પ્રોસેસથી કરો નકલી અને અસલીની ઓળખ

એવામાં આપણને ખબર હોવી જોઈએ કે પેનકાર્ડ અસલી છે નકલી. જો તમે પણ અસલી અને નકલી પેનની ઓળખ કરવા માંગો છો તો અમારા દ્વારા બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો.

ક્યાંક તમે નકલી પાનકાર્ડનો તો ઉપયોગ નથી કરી રહ્યા? આ સરળ પ્રોસેસથી કરો નકલી અને અસલીની ઓળખ

નવી દિલ્હી: ઈન્કમટેક્ષ વિભાગ એક નાણાકીય દસ્તાવેજ જાહેર કરે છે, જેનું નામ છે પરમાનેંટ એકાઉન્ટ નંબર. પેન કાર્ડનો ઉપયોગ લગભગ દરેક જરૂરી ફાઈનાશિયલી કામ માટે કરવામાં આવે છે. ઘર હોય કે પછી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવાથી લઈને બેંક એકાઉન્ટ સુધી, ઈન્કકમટેક્ષ રિટર્ન ભરવાથી લઈને બિઝનેસ શરૂ કરવા સુધી, પોલિસી ખરીદવાથી લઈને ટ્રેડિંગ કરવા સુધી દરેક જગ્યાએ પેનકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં તેની ઉપયોગિતાને જોતા ગુના કરનારા લોકો પેનકાર્ડને બોગસ (નકલી) પણ બનાવી દેતા હોય છે.

એવામાં આપણને ખબર હોવી જોઈએ કે પેનકાર્ડ અસલી છે નકલી. જો તમે પણ અસલી અને નકલી પેનની ઓળખ કરવા માંગો છો તો અમારા દ્વારા બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો.

નકલી અને અસલી પેનકાર્ડની આ રીતે ઓળખો...
- તેના માટે તમે ઈન્કમટેક્ષની ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in/iec/foportal પર ક્લિક કરો.
- પછી Verify your PAN ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે એક નવું પેજ ખૂલશે, જ્યાં તમારા પેનકાર્ડની તમામ જાણકારી ભરવાની રહેશે.
- અહીં તમારે તમારા પેનકાર્ડ નંબર, તમારું પુરું નામ, ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- મોબાઈલ નંબર દાખલ કરતા જ તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે.
- જો તમારા મોબાઈલ પર આવેલા મેસેજની જાણકારી તમારા દ્વારા ભરવામાં આવેલી ડિટેલ્સ સાથે મેચ થાય છે તો તમારું પેનકાર્ડ અસલી છે નહીં તો નકલી હોઈ શકે છે.

આધાર સાથે પેન લિંગ કરવું છે અનિવાર્ય
તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડ સાથે પેનકાર્ડને લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 31 માર્ચ સધી જો તમે આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું પેનકાર્ડ ઈનવેલિડ થઈ જશે. તેની સાથે તમે બેકિંગ સેવાઓ, આઈટીઆર દાખલ કરવા જેવા જરૂરી કામ કરી શકશો નહીં. પેનકાર્ડને આધાર સાથે લિંક કરવા માટે તમે ઈન્કમટેક્ષની સાઈટ www.incometaxindiaefiling.gov.in પર ક્લિક કરો. અહીં તમારે તમારો આધાર નંબર, પેન નંબર અને Captcha દાખલ કરવું પડશે. ત્યારબાદ તમારું આધાર પેનથી લિંક થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news