Union Budget 2025: આ વર્ષે બજેટમાં ઈનકમ ટેક્સ પર કેટલી છૂટ મળશે? સામે આવી મોટી અપડેટ
Income Tax Relief: જેમ જેમ બજેટની તારીખ નજીક આવી રહી છે, લોકોના દિલોની ધડકનો વધી રહી છે. તમામ ઈચ્છે છે કે નાણામંત્રી બજેટમાં તેમની જરૂરિયાતાનું ખ્યાલ રાખે.
Trending Photos
Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. આ બજેટથી તમામ લોકોને ઘણી આશાઓ છે. Ernst & Young (EY) ના મુખ્ય નીતિ સલાહકાર ડીકે શ્રીવાસ્તવ કહે છે કે બજેટમાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૃદ્ધિને વેગ આપવા માટે વ્યક્તિગત આવકવેરો ઘટાડવા અને વધુ મૂડી ખર્ચની ફાળવણી જેવા સ્થાનિક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
આ જાહેરાત છે સંભવ
માનવામાં આવી રહ્યું છે કે બજેટમાં ઈનકમ ટેક્સને લઈને ઘણી મોટી રાહતની જાહેરાત થઈ શકે છે. તેના સિવાય ટેક્સ સિસ્ટમમાં સુધારા સાથે જોડાયેલા અમુક જાહેરાત સંભવ છે. એક્સપર્ટનું માનવું છે કે સરકાર કરદાતાઓને ટેક્સમાં રાહત આપવાની યોજના પર વિચાર કરી રહી છે, જેના વપરાશ અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે. સાથે નવી કર વ્યવસ્થાને વધુ ફાયદાકારક અથવા આકર્ષક બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે.
બે વિકલ્પો પર વિચાર
CNBC ની એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર નવા ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સમાં રાહત આપવા માટે બે વિકલ્પો પર વિચાર કરી રહી છે. પહેલો વિકલ્પ વેતનભોગી કરદાતાઓ માટે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ સ્ટેન્ડર્ડ ડિડેક્શનની મર્યાદા હજું વધારવાની છે. જોકે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ સ્ટેન્ડર્ડ ડિડેક્શનની સીમા 75,000 રૂપિયા છે.
દાયરામાં હશે વિસ્તાર
બીજો વિકલ્પ નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ સ્લેબને એડજસ્ટ કરવાનો છે. સરકાર નવી સિસ્ટમ હેઠળ 20 ટકા ટેક્સ સ્લેબને વધારી શકે છે અને રોજના 12-18 લાખ કે 20 લાખ રૂપિયા સુદીની આવકને તેના દાયરામાં લાવી શકે છે. તેના સિવાય 18 કે 20 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકાનો ટેક્સ બ્રેકેટ લગાવવામાં આવી શકે છે. નવી આયકર વ્યવસ્થા હેઠળ હાલ ટેક્સ સ્લેબ આ પ્રકારે છે.
- ₹0 થી ₹3,00,000: 0%
- ₹3,00,001 થી ₹7,00,000: 5%
- ₹7,00,001 થી ₹10,00,000: 10%
- ₹10,00,001 થી ₹12,00,000: 15%
- ₹12,00,001 થી ₹15,00,000: 20%
- ₹15,00,001 થી વધુ 30%
એક્સપર્ટને છે આ આશા
ટેક્સ એક્સપર્ટ્સ અને ઈન્ડરસ્ટ્રીઝ બોડીને આશા છે કે સરકાર કરદાકાઓના હાથમાં વધુ પૈસા આપવા માટે ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ ટેક્સ સ્લેબ અને દરોમાં સુધારો કરશે. હાલમાં EY ઈન્ડિયાએ કહ્યું હતું કે તેમણે આશા છે કે સરકાર બેસિક એગ્જેંપ્શન લિમિટને 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધી વધારી શકે છે. તેના સિવાય નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરના દરોમાં પણ સુધારો કરવામાં આવી શકે છે. EYના મુખ્ય નીતિ સલાહકાર ડીકે શ્રીવાસ્તવનું કહેવું છે કે બજેટમાં વ્યક્તિગત આવકને ઓછી કરવા અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે વૃદ્ધિને વેગ આપવા માટે વધુ મૂડી ખર્ચની ફાળવણી જેવા સ્થાનિક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે