8th Pay Commission: કયા રાજ્યમાં સૌથી પહેલાં લાગૂ થશે આઠમું પગાર પંચ, ક્યાંના કર્મચારીઓનો પગાર સૌથી વધુ વધશે?
જ્યારથી કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે ત્યારથી સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. હવે જોવાનું એ રહેશે કે કયું રાજ્ય તેને સૌથી પહેલા લાગૂ કરશે અને ક્યાંના કર્મચારીઓનો પગાર સૌથી વધુ વધશે?
Trending Photos
કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચના બાદ સરકારી કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ છે. આ પંચની ભલામણો 2026માં લાગૂ થાય તેવી શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે સૌથી પહેલા કયા રાજ્યમાં લાગૂ કરવામાં આવશે અને કયા રાજ્યના કર્મચારીઓનો પગાર સૌથી વધુ વધશે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ આઠમાં પગાર પંચને મંજૂરી આપી દીધી છે. જે સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાને રિવાઈઝ કરશે. તેનાથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને લાભ મળશે. ગત પગાર પંચની જેમ આ વખતે પણ કર્મચારીઓના પગારમાં 25 ટકાથી 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે.
કયા રાજ્યોમાં પહેલા લાગૂ થઈ શકે?
જ્યારે કેન્દ્ર સરકાર નવું પગાર પંચની ભલામણો લાગૂ કરે છે તો રાજ્યોને પણ તેને અપનાવવા માટે દિશા નિર્દેશ આપવામાં આવે છે. જો કે દરેક રાજ્ય પોતાની નાણાકીય સ્થિતિ અને બજેટ મુજબ તેને લાગૂ કરે છે. ગત અનુભવો જોતા મોટા અને આર્થિક રીતે મજબૂત રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતે પગાર પંચની ભલામણોને ફટાફટ લાગૂ કરી હતી.
જો કે મધ્ય પ્રદેશ અને બિહારે સાતમું પગાર પંચ લાગૂ તો કર્યું હતું પરંતુ તેમને સમય લાગ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકાર 2016માં સાતમું પગાર પંચ લઈને આવી તો યુપી, એમપી અને બિહારમાંથી સૌથી પહેલા ઉત્તર પ્રદેશે લાગૂ કર્યું હતું. યુપી સરકારે તેને 1 જાન્યુઆરી 2016થી લાગૂ કર્યું. જેના કારણે લગભગ 16 લાખ સરકારી કર્મચારીઓને તેનો લાભ મળ્યો હતો. જ્યારે મધ્ય પ્રદેશ સરકારે તેને લાગૂ કરવાની જાહેરાત ભલે જૂન 2017માં કરી પરંતુ તેને ઈફેક્ટિવ 1 જાન્યુઆરી 2016થી ગણવામાં આવ્યું હતું. બિહારની વાત કરીએ તો અહીંની સરકારે સાતમાં પગાર પંચની ભલામણો લાગૂ કરવામાં થોડી સુસ્તી દેખાડી હતી.
કયા રાજ્યના કર્મચારીઓને મળશે વધુ પગાર
આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ કયા રાજ્યના સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે તે સંપૂર્ણ રીતે ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થા પર નિર્ભર કરે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો ફિટમેન્ટ ફેક્ટરને 2.86 ટકા સુધી વધારવામાં આવે તો તેનાથી લઘુત્તમ વેતનમાં લગભગ 186 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ પણ આ ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરે તો ત્યાંના દરેક સરકારી કર્મચારીઓના લઘુત્તમ પગારમાં લગભગ 186 ટકાનો વધારો જોવા મળી શકશે.
તેને આ રીતે સમજો કે જો તમારો પણ લઘુત્તમ બેઝિક પગાર 22000 રૂપિયા હોય તો આઠમાં પગાર પંચ લાગૂ થયા બાદ આ લઘુત્તમ બેઝિક પગાર વધીને 62,920 રૂપિયા થઈ જાય. તેનો ફોર્મ્યૂલા સીધો છે. તમારે બસ વધેલા ફિટમેન્ટ ફેક્ટરને તમારી બેઝિક સેલરી સાથે ગુણી દેવાની છે. ગુણાકાર કર્યા બાદ જે નવો આંકડો સામે આવશે તે તમારો વધેલો લઘુત્તમ બેઝિક પગાર હશે. આ ઉપરાંત તેમાં મોંઘવારી ભથ્થાની પણ મહત્વની ભૂમિકા હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે