સુરતીઓની શુભ ઘડી આવી : આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર
Surat Diamond Bourse : 21 નવેમ્બરથી સંપૂર્ણ કાર્યરત થઈ જશે સુરતનો ડાયમંડ બુર્સ... દિવાળી પછી 21 નવેમ્બરથી કરવામાં આવશે શુભ શરૂઆત.. પ્રધાનમંત્રી મોદી રહી શકે છે હાજર..
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : સુરતના અતિ ચર્ચિત ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે. તારીખ 21 નવેમ્બર 2023 ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ 190 મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દિવાળી પછી 21 નવેમ્બરના શુભ દિવસથી અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સુરત ડાયમંડ બુર્સનો શુભારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે.
સુરત ડાયમંડ બુર્સ ખાતે વધુ ૧૬૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર આરંભ થશે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે.
સુરત શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં 21 નવેમ્બર 2023 થી સુરત અને મુંબઈની વધુ 160 ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ દર્શાવી છે. એ સાથે કુલ 350 કંપનીઓએ 21 નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરી છે. આ વિશે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, વધુ 160 કંપનીઓએ વેપાર શરૂ કરવા લેખિત સહમતિ મોકલી છે. 350 કંપનીઓ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે. ત્રણ દિવસમાં અન્ય બીજી કંપનીઓએ પણ સહમતિ પત્રો મોકલવા જણાવ્યું છે, એ જોતાં ત્રણ દિવસ પછી ત્રીજી યાદી જાહેર કરીશું. અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચુક્યા છે.
હાલ ચર્ચા એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 નવેમ્બરે ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટસના પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે. સુરત ડ્રિમ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાના આરે છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે. અત્યારે 350 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.
દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, 21 નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે, સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમઝોન, બેન્ક, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે