Business idea: ઝડપથી વધી રહી છે આ બિઝનેસની ડિમાન્ડ, માત્ર આટલા રૂપિયાનું રોકાણ કરી કરો મહિને 30 હજારની કમાણી
તમારી પાસે નાની જગ્યા હોય અને તેમારો કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઇએ. આ બિઝનેસ(Business) ને તમે નાના પાયે શરૂ કર્યા બાદ ધીરે-ધીરે આગળ વદારી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: જો તમે ઓછું અનવેસ્ટમેન્ટ (Investment) માં કોઇ બિઝનેસ (Business) શોધી રહ્યો છો તો આ સમાચાર તમારા માટે જ છે. જે બિઝનેસ (Business) અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ તેના માટે ઇનવેસ્ટમેન્ટથી અલગ જરૂરીયાત છે કે તમારી પાસે નાની જગ્યા હોય અને તેમારો કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઇએ. આ બિઝનેસ(Business) ને તમે નાના પાયે શરૂ કર્યા બાદ ધીરે-ધીરે આગળ વદારી શકો છો. આ બિઝનેસ (Business) માં નફાનો સારો મળે છે. શરૂઆતમાં તમે આ બિઝનેસ 1 લાખ રૂપિયાથી શરૂ કરી દર મહિને 30 હજાર અથવા તેનાથી વધારેની આવક મેળવી શકો છો.
વધતા શહેરીકરણ અને ઓદ્યોગીકરણથી પૈકર્સ એન્ડ મૂવર્સ (packers and movers)ની ડિમાન્ડ ઝડપીથી વધી રહી છે. આજના સમયમાં દરેક માણસ ઓછી માથાકુટે તેમના સામાનની સેફ્ટી ઇચ્છે છે. જો તમે મકાન બદલી રહ્યા છો તો તેમને પૈકર્સ એન્ડ મૂવર્સની જરૂરીયાત પડે છે. અથવા કોઇ કંપનીનો કોઇ સામાન એક પ્લાન્ટથી બીજા પ્લાન્ટમાં મોકલવાનો હોય ત્યારે પણ પૈકર્સ એન્ડ મૂવર્સની જરૂરિયાત પડે છે. તેવી જ રીતે જો કોઇ ઓફિસ શિફ્ટ કરવાની હોય તો પણ ઓફિસના સમાન અને કોમ્પ્યૂટર વગેરે સામાનને લઇ જવા માટે પૈકર્સ એન્ડ મૂવર્સ કંપનીઓને જ કામ આપવામાં આવે છે.
નોઇડામાં એખ પેકર્સ એન્ડ મૂવર્સ કંપની (Packers and Movers) ના માલિક મનોજ કુમારે જણાવતા કહ્યું કે મોંઘા સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે ટૂટવાની આશંકા રહે છે. પરંતુ પેકર્સ એન્ડ મૂવર્સ કંપનીઓ આ સમાનનો ઇશ્યોરેન્સ કરાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેફ્ટીની સાથે લઇ જાય છે. એવામાં ગ્રાહકને પણ ચિંતા રહેતી નથી અને તેમનો સામાન સુરક્ષિત રહે છે. આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે પહેલા પુરી પ્લાનિંગ કરવી લો. કેમકે આપ નાના લેવલથી શરૂ કરી રહ્યાં છો એટલા માટે વધારે ઇફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત નથી.
બિઝનેસ શરૂ કરવાના સ્ટેપ
- તમે આ બિઝનેસને પ્રોપરાઇટરશીપ, પાર્ટનરશીપ અથવા કંપનીના ફોર્મેટમાં શરૂ કરી શકો છો. સૌથી પહેલા તમે રજિસ્ટ્રેશન કરવો.
- આ ઉપરાંત કંપનીનું PAN બનાવી તમારી નજીકની બેંકમાં કરંટ એકાઉન્ટ ઓપન કરાવો.
- બીજા તબક્કામાં તમે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી ટ્રેડ માર્ક વગેરેનું નામ સિલેક્શન કરવું.
- ત્યારબાદ ડોમેન નામ તલાશ કરી તેમારી વેબસાઇટ બનાવી લો. હવે આધાર એમએસએમઇ રજિસ્ટ્રેશન કરાવું.
- આ સર્વિસ આધારિત બિઝનેસ છે. એટલા માટે સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન જરૂરી કરાવવું. જોકે તમે GSTના અંડર ટેક્સ ફાઇલ કરી શકો છો.
- હવે એક નાની ઓફિસ બનાવી લો. ઓફિસ તમારા ઘરમાં પણ બનાવી શકો છો.
- અંતમાં તમે તમારા મોબાઇલ નંબરના આધાર પર ડીઝીટલ બિઝનેસ વેબસાઇટ જેમ કે જસ્ટ ડાયલ અને સુલેખા.કોમ પર રજિસ્ટ્રેશન કરાવી લો. આ વેબસાઇટ્સના માધ્યમથી જ તમને બિઝનેસમાં મદદ મળે છે.
આ રીતે મળશે બિઝનેસ
ડિજીટલ બિઝનેસ વેબસાઇટ પર તમારા 3થ 4 હજાર રૂપિયામાં રજિસ્ટ્રેશન થઇ જશે. સામાન્ય રીતે ગ્રાહકોને જ્યારે પેકર્સ અન્ડ મૂવર્સની જરૂરીયાત હોય છે તો તેઓ નેટ પર સર્ચ કરે છે અને પોતાની જાણકારી ત્યાં દાખલ કરાવે છે. ડિજીટલ બિઝનેસ વેબસાઇટની તરફથી કસ્ટમરની ડિટેલ તમને મોકલી દેવામાં આવશે. ત્યારબાદ તમે કસ્ટમર સાથે વાત કરી તમારી ડીલ ક્લોઝ કરી શકો છો.
આ સામાનની જરૂરી
કામ શરૂ કરવા માટે તમારે પેકિંગ કાર્ટૂન, પેકિંગ પેપર, ટેપ, દોરડુ અને કેટલાક ટુલ્સની જરૂર પડશે. આ કામમાં જરૂરિયાત મુજબ નાની કે મોટી ચાર પૈડાના ટાયરની જરૂરિયાત હોય છે. તેના માટે તમે કોઇ ટ્રાંસપોર્ટ કંપનીમો સંપર્ક કરી શકો છો. તમારા કામની અવેજમાં તેઓ તમારી પાસે પૈસા લેશે. સાથે જ લેવરની પણ જરૂરત પડતી હોય છે. લેબરનો રેટ શહેર પ્રમાણે જુદા જુદા હોય શકે છે.
આ કરવાનું રહેશે
ઉદાહરણ તરીકે એક ગ્રાહકના ઘરનો સામાન શિફ્ટ કરવા માટે તમે 10 હજાર રૂપિયા નક્કી કર્યા છે. સામાન શિફ્ટ તેમાંથી લગભગ 2000 રૂપિયા તમારી પાસે ગાડીવાળો લઇ જશે. સામાન પેકિંગ વગેરે ખર્ચ માટે લેબરની જરૂરીયાત પડશે. લેબરનો ખર્ચ અંદાજે 3 હજાર રૂપિયા આવશે. વીમા અને અન્ય ખર્ચ 2 હજાર રૂપિયા આવશે. આ રીતે 10 હજારમાંથી 7 હજાર રૂપિયા તમે સામાન શિફ્ટિંગ પર ખર્ચી કાઢ્યા. વધ્યા ત્રણ હજાર રૂપિયા તમારું પ્રોફિટ હશે. આ રીતે તમે મહિનામાં 10 કામ પણ કરો છો તો સરળતાથી તમે મહિને 10 હજાર રૂપિયા કમાઇ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે