ઘર બનાવવા માટે જ નહીં રિનોવેશન માટે પણ મળે છે લોન, કરવાનું છે બસ આટલું કામ
How To Get Loan For Renovation: શું તમને ખબર છે કે તમે ઘરનું સમારકામ કરવા માટે પણ લોન મળી શકે છે. તમે ઘરના રિનોવેશન માટેના પૈસાની જરૂર હોમ લોનનું ટોપ-અપ કરાવીને પુરી કરી શકો છો. સાથે જ તમે પ્રોપર્ટી કે રિનોવેશન માટે પર્સનલ લોન પણ લઈ શકો છો.
Trending Photos
How To Get Loan For Renovation: હોમ લોન વિશે તો તમે જાણતા જ હશો. ઘરના ઘરનું સપનું પુરું કરવા માટે આ સુવિધા અગત્યની છે. પરંતુ શું તમને ખબર છે કે તમે ઘરનું સમારકામ કરવા માટે પણ લોન મળી શકે છે. તમે ઘરના રિનોવેશન માટેના પૈસાની જરૂર હોમ લોનનું ટોપ-અપ કરાવીને પુરી કરી શકો છો. સાથે જ તમે પ્રોપર્ટી કે રિનોવેશન માટે પર્સનલ લોન પણ લઈ શકો છો અને આ માટે તમારે કોઈ ગેરંટી નથી આપવાની કે કાંઈક ગીરવે પણ નથી મુકવાનું.
આ પણ વાંચો:
જો તમે તમારા ઘરના રિનોવેશન માટે પર્સનલ લોન લો છો તમે તેને તમારી મરજી પડે ત્યાં ખર્ચ કરી શકો છો. લોનની રાશિ તમે તમારી જરૂર પ્રમાણે નક્કી કરી શકો છો. અનેક બેંક મોટી રાશિ પર્સનલ લોન તરીકે ઓફર કરે છે. પરંતુ તમારે જેટલી જરૂર હોય એટલી લોન લેવી જોઈએ. તમારી પાસે એને પાછી ચૂકવવા માટે પણ અનેક ઓપ્શન મળે છે. તમે ઈએમઆઈની અવધિ અને રકમ તમારી રીતે નક્કી કરી શકો છો.
આજકાલ તો બેંકનું મોટાભાગનું કામ ડિજિટલ થઈ ગયું છે. જેથી અપ્રુવલ મળવામાં પણ સમય નથી લાગચો. અનેક બેંક અને નાણાંકીય સંસ્થાઓમાં તો એક જ દિવસમાં લોનની રકમ તમારા બેંક ખાતામાં આવી જાય છે. અને લોનની રાશિ વિડ્રો કરવામાં અને તેને ખર્ચ કરવામાં પણ હવે વધુ ઓપ્શન મળવા લાગ્યા છે. તમે તમારી અનુકુળતા મુજબની રાશિ ખર્ચ કરી શકો છો અને તમારે વ્યાજ એટલી રકમ પર જ આપવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે