શું કામ અમિતાભ અને આમિર લોકોને જમણવારમાં પીરસતા હતા થાળી ? અભિષેકે જણાવ્યું કારણ
દેશના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં આનંદ પીરામલ સાથેના લગ્નમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન મહેમાનોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું
Trending Photos
મુંબઈ : દેશના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં આનંદ પીરામલ સાથેના લગ્નમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન મહેમાનોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું જેને અભિષેક બચ્ચને ‘સજ્જન ઘોટ’ નામની એક પરંપરા ગણાવી છે. ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરુખ ખાન અને આમિર ખાને પણ મહેમાનોને ભોજન પીરસ્યું હતું. આ ભોજન પીરસવાના વિડિયોને જોઈને લોકો પણ અનેક સવાલો કરી રહ્યા છે કે તેઓ શું કામ ભોજન પીરસી રહ્યા હતા. લોકોના સવાલોના જવાબ આપતાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે આ એક ‘સજ્જન ઘોટ’ નામની પ્રથા છે જેમાં છોકરીના પરિવારવાળા છોકરાના કુટુંબીઓને જમવાનું પીરસે છે.
Why were Amir Khan and Amitabh Bachchan serving food in Ambani wedding?
— Prerna (@Iam_Prerna) December 15, 2018
આ લગ્નમાં નીક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા નવપરિણીતો પણ શામેલ થયા હતા. આ સિવાય સમગ્ર બચ્ચનપરિવાર, મમતા બેનરજી, ડો. સુભાષ ચંદ્રા, શરદ પવાર, રાજનાથ સિંહ, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રવિના ટંડન તેમજ સચિન તેન્ડુલકર જેવી સેલિબ્રિટી પણ લગ્નમાં હાજર રહી હતી.
આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. હાલમાં તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ આઉટ થયા બાદ તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કરી હતી. પ્રથમ હેલ્થકેયર સ્ટાર્ટ એપ હતી, જેનું નામ પીરામલ ઈ સ્વાસ્થ્ય હતું. તેનુ બીજી સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું જેનું નામ પીરામલ રિઅલટી હતું. હવે બંન્ને પીરામલ એન્ટરપ્રાઇઝનો ભાગ છે. આનંદ પીરામલે આ વર્ષની શરૂઆતમાં જ મહાબળેશ્વરના મંદિરમાં ઇશાને પ્રપોઝ કર્યું હતું અને પછી મે મહિનામાં પ્રાઇવેટ પાર્ટીમાં એનું સેલિબ્રિશન કરવામાં આવ્યું હતું. મે મહિનામાં આ બંને પરિવારે પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી આપી હતી જેમાં અનેક બોલિવૂડ સેલેબ્સ શામેલ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે