Health Updates: સુપરસ્ટાર રજનીકાંત ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ

સુપર સ્ટાર રજનીકાંતને ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની જાણકારી હોસ્પિટલે આપી છે. તો બીજી તરફ રજનીકાંતની ટીમના અનુસાર તેમના રૂટીન ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે.

Health Updates: સુપરસ્ટાર રજનીકાંત ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ

Rajinikanth Health Updates: સુપર સ્ટાર રજનીકાંતને ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની જાણકારી હોસ્પિટલે આપી છે. તો બીજી તરફ રજનીકાંતની ટીમના અનુસાર તેમના રૂટીન ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. રજનીકાંત ગુરૂવારે સાંજે સાડા ચાર વાગે હોસ્પિટલમાં એડમિટ થયા. તમને જણાવી દઇએ કે 27 ઓક્ટોબરના રોજ રજનીકાંત દિલ્હીમાં હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 

અભિનેતા રજનીકાંતના પીઆર જોનાર રિયાઝ કે અહમદે જણાવ્યું કે 'આ સમયાંતરે કરવામાં આવતી સ્વાસ્થ્ય તપાસ છે. તે અત્યારે તપાસ માટે એક ખાનગી હોસ્પિટલમાં છે. સિત્તેર વર્ષીય અભિનેતા પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરવા માટે થોડા દિવસો પહેલાં દિલ્હી આવ્યા હતા અને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા બાદ તે દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મળ્યા હતા. 

— ANI (@ANI) October 28, 2021

આ પહેલાં ડિસેમ્બર 2020 માં ફિલ્મ અભિનેતાને બ્લડપ્રેશના ઉતાર-ચઢાવના કારણે હૈદ્રાબાદના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અભિનેતા ગત 10 દિવસથી હૈદ્રાબાદમાં એક શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને બે દિવસમાં જ રજા આપવામાં આવી હતી. સેટ પર કેટલાક લોકોને કોવિડ 19 સંક્રમિત થયા બાદ કોરોન્ટાઇનમાં જતા રહ્યા હતા. જોકે 70 વર્ષીય અભિનેતામાં સંક્રમણ પુષ્ટિ થઇ ન હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news