Krushna-Govinda: 7 વર્ષ બાદ મામા-ભાણેજના ઝઘડાનો આવ્યો અંત, કૃષ્ણા-ગોવિંદાનું થયું પૈચઅપ

Krushna-Govinda: એક સમય હતો જ્યારે મામા ભાણેજ ને એકબીજા માટે ખૂબ જ પ્રેમ અને લાગણી હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મામા ભાણેજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આવી વાત એટલો વધ્યો કે જાહેરમાં પણ બંને વચ્ચેની અનબન સામે આવી ગઈ હતી. ગોવિંદા અને કૃષ્ણા અભિષેક એકબીજા સાથે વાતચીત પણ કરતા ન હતા. પરંતુ હવે સાત વર્ષ પછી બંને વચ્ચે બધું જ બરાબર હોય તેવું જણાઈ રહ્યું છે.

Trending Photos

Krushna-Govinda: 7 વર્ષ બાદ મામા-ભાણેજના ઝઘડાનો આવ્યો અંત, કૃષ્ણા-ગોવિંદાનું થયું પૈચઅપ

Krushna-Govinda: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદા અને કૃષ્ણાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. એક સમય હતો જ્યારે મામા ભાણેજ ને એકબીજા માટે ખૂબ જ પ્રેમ અને લાગણી હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મામા ભાણેજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આવી વાત એટલો વધ્યો કે જાહેરમાં પણ બંને વચ્ચેની અનબન સામે આવી ગઈ હતી. ગોવિંદા અને કૃષ્ણા અભિષેક એકબીજા સાથે વાતચીત પણ કરતા ન હતા. પરંતુ હવે સાત વર્ષ પછી બંને વચ્ચે બધું જ બરાબર હોય તેવું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

મામા ભાણેજના ઝગડાનો અંત આવ્યો છે તે વાત કૃષ્ણા અભિષેકે તાજેતરમાં શેર કરેલી એક પોસ્ટ પરથી સામે આવી છે. કૃષ્ણા અભિષેકે પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ડાન્સ કરતો જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે તેણે આ વીડિયોમાં પોતાના મામાને ટેગ કર્યા છે. તેણે કેપ્શન માં લખ્યું છે કે નાનપણથી જ તેને ડાન્સ કરવાનો શોખ હતો જ્યારે તે તેની માતા સાથે ગોવિંદા ની ફિલ્મના શૂટિંગ પર જતો ત્યારે તેમને જોઈને ખુબ જ સારું લાગતું. આજે તે જ કામ તે કરી રહ્યો છે તેથી વધારે સારું લાગે છે.

કૃષ્ણા અભિષેકની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. થોડા સમય પહેલા બન્ને એકબીજા વિશે વાત કરવાનું પણ તાડતા તેવામાં કૃષ્ણા અભિષેકે ગોવિંદાને ટેગ કરીને આ પોસ્ટ કરી છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે હવે મામા અને ભાણેજ વચ્ચે બધું બરાબર થઈ ગયું છે. જોકે ગોવિંદાએ કૃષ્ણા અભિષેકને આ પોસ્ટ ઉપર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news