10 મિનિટનો ભાવુક વીડિયો FB પર પોસ્ટ કરી સુશાંત સાથે 'MS Dhoni' ફિલ્મમાં કામ કરી ચુકેલા અભિનેતાનો આપઘાત
એમએસ ધોની, કેસરી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા સંદીપ નાહરે આપઘાત કર્યો છે. અભિનેતાએ ફેસબુક પેજ પર એક દુખદ પોસ્ટ લખી આત્મહત્યા કરી લીધી છે.
Trending Photos
મુંબઈઃ બોલીવુડમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક એક્ટરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. અલ્ટ બાલાજીના કહેને કો હમસફર હૈ, એમેસ ધોની અને કેસરી જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકેલા સંદીપ નાહરે (sandeep nahar) આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ પોતાના ફેસબુક પેજ પર એક દુખદ પોસ્ટ લખી ખુદને મોતના હવાલે કરી દીધા છે. એક્ટરના નિધનના સમાચારથી ફેન્સમાં દુખનો માહોલ જોવા મળી રહ્યા છે. અભિનેતાના નિધનની પુષ્ટિ મુંબઈ પોલીસે પણ કરી છે.
નિધન પહેલા અભિનેતાની ભાવુક પોસ્ટ
એક્ટરે ફેસબુક પર સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી છે. એક્ટરે વીડિયોની સાથે સાથે પોસ્ટમાં દિલની વાતો લખી છે. એક્ટરે નિધન પહેલા લખ્યુ કે, હવે જીવવાની ઈચ્છા નથી. જીવનમાં ઘણા સુખ દુખ જોયા છે, દરેક સમસ્યાનો સામનો કર્યો છે, પરંતુ આજે હું જે ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છું, તે સહનશક્તિની બહાર છે. મને ખ્યાલ છે કે આપઘાત કરવો કાયરતા છે. મારે જીવવુ હતું પરંતુ જીવવાનો શું ફાયદો જ્યારે શાંતિ અને સેલ્ફ રિસ્પેક્ટ ન હોય. મારી પત્ની કંચન શર્મા અને તેની માતા વુનૂ શર્મા જેણે ન સમજ્યો, ન સમજાવવાનો પ્રયાસકર્યો. મારી પત્ની ગુસ્સા વાળી છે અને તેની પર્સનાલિટી મારાથી અલગ છે, જે મેચ થતી નથી.
રોજ સવાર-સાંજનો ઝગડો, મારી હવે આ સાંભળવાની શક્તિ નથી. તેમાં કંચનની કોઈ ભૂલ નથી, તેનો નેચર એવો છે કે તેને બધુ નોર્મલ લાગે છે, પરંતુ મારા માટે આ બધુ નોર્મલ નથી. હું મુંબઈમાં ઘણા વર્ષોથી છું, મેં ખુબ ખરાબ સમય જોયો પરંતુ ક્યારેય ભાંગી પડ્યો નથી. ડબિંગમાં જીમ ટ્રેનર રહ્યો, એક રૂમના કિચનમાં છ લોકો રહેતા હતા, સ્ટ્રગલ કરતા હતા પરંતુ શાંતિ હતી. આજે મેં ઘણું મેળવ્યું છે. પરંતુ આજે લગ્નની શાંતિ નથી. 2 વર્ષથી જીવન ખુબ બદલાય ગયું છે. આ વાતો કોઈની સાથે શેર કરી શકુ નહીં. દુનિયાને લાગે છે કે તેનું કેટલુ સારૂ ચાલી રહ્યું છે. કારણ કે તે અમારી સોશિયલ પોસ્ટ કે સ્ટોરી જુએ છે. જે બધુ જૂઠ છે. દુનિયાને સારી ઇમેજ દેખાડવા માટે અપલોડ કરુ છું. પરંતુ સત્ય તેનાથી વિપરિત છે.
એક્ટરે લખ્યુ કે અમારૂ બનતું નથી. કંચન 2 વર્ષમાં 100થી વધુ વાર આપઘાતને લઈને બોલી ચુકી છે, કહ્યું કે, તને ફસાવી દઈશ. જુઓ આજે નોબત તે આવી ગઈ છે કે મારે આ પગલુ ભરવુ પડી રહ્યું છે. પાસ્ટને લઈને લડાઈ છે, તે મારી ઈજ્જત કરતી નથી. તે મને ગાળો આપે છે અને મારા પરિવાર વિશે ખરાબ બોલે છે. જે મારાથી સંભળાતુ નથી. તેની કોઈ ભૂલ નથી. કારણ કે તે મગજથી બિમાર છે. હું ગયા બાદ ઈચ્છુ છું કે મારા ગયા બાદ તેને કોઈ કંઈ ન કહે. કારણ કે તેને ક્યારેય પોતાની ભૂલનો અહેસાસ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે