Pangong Lake Tension: ભારતની કૂટનીતિ, સૈનિકોની તાકાત, પૂર્વી લદ્દાખમાં ફિંગર-4થી પાછળ હટ્યું ચીન
India-China Pangong Tso: ચીની સૈનિક અહીં બનેલા શેલ્ટર અને બીજા માળખાને હટાવી રહ્યાં છે. ભારતનું કહેવું છે કે ફિંગર 8 સુધી અમારૂ ક્ષેત્ર છે જ્યારે ચીન ફિંગર 4 સુધી પોતાનો દાવો કરે છે. બન્ને સેનાઓ વચ્ચે આ ક્ષેત્રમાં ઘર્ષણ થયું છે.
Trending Photos
પેઇચિંગઃ લદ્દાખના પેંગોંગ સરોવરથી ભારત અને ચીન (India-china) વચ્ચે સેનાઓ પાછળ લેવાની સહમતિ બન્યા બાદ આખરે ડ્રેગને પોતાનો સામાન સંકેલવાનું શરૂ કરી દીધુ છે.બન્ને દેશો વચ્ચે તે વાતને લઈને સમજુતિ થઈ કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ફિંગર 8 છોડશે. ભારીય સૈનિક પણ ધાન સિંહ થાપા પોસ્ટ પર ફિંગર 2 અને 3 વચ્ચે પાછળ જશે. ચીની PLA પેંગોંગ સરોવરના ઉત્તરી કિનારા પર ફિંગર 4ને આખરે ખાલી કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બન્ને તરફથી સંપૂર્ણ પ્રક્રિયા એક સપ્તાહમાં કરી લેવામાં આવશે.
અહીં પાછલા વર્ષે PLA એ કબજો કરી રાખ્યો હતો અને ભારતની સાથે યથાસ્થિતિને બદલી હતી. ચીની સૈનિક અહીં બનેલા શેલ્ટર અને બીજા માળખાને હટાવી રહ્યાં છે. ભારતનું કહેવું છે કે ફિંગર 8 સુધી અમારૂ ક્ષેત્ર છે જ્યારે ચીન ફિંગર 4 સુધી પોતાનો દાવો કરે છે. બન્ને સેનાઓ વચ્ચે આ ક્ષેત્રમાં ઘર્ષણ થયું છે. આ વિસ્તાર પેંગોંગના ઉત્તરી કિનારાથી 8 કિમી દૂર છે. બન્ને સેનાઓ પાછળ હટ્યા બાદ પેટ્રોલિંગ ત્યારે શરૂ થશે જ્યારે બન્ને દેશ કૂટનીતિક અને સૈન્ય વાર્તા દ્વારા કોઈ સમજુતિ કરશે.
The #Chinese Army is finally vacating #Finger4 area on the northern bank of #Pangong lake that it had occupied last yr & changed the status quo on the #LAC with India. The Chinese troops are dismantling shelters & removing other structures they had built up during the occupation. pic.twitter.com/pfyZzw9hE8
— IANS Tweets (@ians_india) February 15, 2021
ભારતે રાખી હતી શરત
હકીકતમાં સેનાઓ પાછળ લેવા માટે કરવામાં આવી રહેલી વાતચીત દરમિયાન ભારતે સ્પષ્ટ કહી દીધું હતું કે જો ફિંગર 5 ખાલી ન થાય તો સમજુતિ ન થઈ શકે. તેના પર ચીને ઓછામાં ઓછા 30 સૈનિકોને ફિંગર 5 પર હાજર રહેવાની મંજૂરી માંગી, પરંતુ ભારતે ના પાડી દીધી હતી. આખરે ચીન જ્યારે ફિંગર 8થી સંપૂર્ણ રીતે પરત જવા રાજી થયું ત્યારે ભારતે પણ પોતાની સેના ફિંગર 3 સુધી પરત લેવા હા પાડી હતી.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ કરવાની ડીલ
ત્યારબાદ ભારતે તે શરત રાખી હતી કે ફિંગર 3થી 8 વચ્ચે કોઈપણ દેશ પેટ્રોલિંગ નહીં કરે. ભારતે ચીન પાસે તે વાત મનાવી લીધી કે એપ્રિલ 2020 બાદ પીએલએએ જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું, તેને નષ્ટ કરવામાં આવશે. ચીને ફિંગર 8 અને 4 વચ્ચે નિર્માણ કાર્યનો સિલસિલો ત્યારે શરૂ કર્યો જ્યારે ભારત 1999માં પાકિસ્તાનની સાથે કારગિલ યુદ્ધમાં વ્યસ્ત હતું. 10 વર્ષમાં ચીને અહીં મોટા પાયે નિર્માણ કરાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે