માર્ચ માટે રેડી છે મનોરંજનનો આ મજબૂત ડોઝ! એકથી એક ટકોરાબંધ ફિલ્મો થશે રિલીઝ, આ રહ્યું List
માર્ચમાં મનોરંજનનો મજબૂત ડોઝ મળશે, રિલીઝ થશે બિગ બીથી લઈને અક્ષય-અજયની આ શાનદાર ફિલ્મો
Trending Photos
નવી દિલ્લીઃ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પ્રભાસ, જુનિયર એનટીઆર અને રામ ચરણ માર્ચમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. માર્ચમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની 'ઝુંડ' છે. આ ફિલ્મ 4 માર્ચના રોજ રીલિઝ થવા જઈ રહી છે. 'ઝુંડ' એનજીઓ 'સ્લમ સોકર'ના સ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ફિલ્મ છે. તેમાં આકાશ થોસર અને રિંકુ રાજગુરુ પણ છે.
નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં, બચ્ચન એક પ્રોફેસરની ભૂમિકા ભજવતા જોવા મળશે જે શેરી બાળકોને ફૂટબોલ ટીમ બનાવવા માટે પ્રેરિત કરે છે. અથરક્કુમ થુનિંદાવન-
10 માર્ચે રિલીઝ થનારી એક્ટર સુર્યાની એક્શન એન્ટરટેઈનર 'અથરાક્કુમ થુનિંધવન' સ્ક્રીન પર આગ લગાવી રહી છે. આ ફિલ્મ પહેલા 4 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી. જો કે, લોકડાઉન પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી નિર્માતાઓએ તેની રિલીઝ મુલતવી રાખવાનું પસંદ કર્યું. રાધેશ્યામ-
ત્યારપછી 'રાધે શ્યામ' છે, જેમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ હસ્તરેખા વિદના પાત્રમાં જોવા મળશે, જ્યારે અભિનેત્રી પૂજા હેગડે તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થશે. કાશ્મીર ફાઈલ-
'રાધે શ્યામ'ની સાથે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત 'ધ કાશ્મીર ફાઈલ્સ' થિયેટરોમાં આવશે. દેશમાં કોવિડ કેસોમાં નોંધપાત્ર વધારાને કારણે મુલતવી રાખવામાં આવેલ 'ધ કાશ્મીર ફાઈલ્સ' કાશ્મીરી પંડિતોના જીવન પર આધારિત છે. તેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને પલ્લવી જોશી જેવા અનેક નામ સામેલ છે. બચ્ચન પાંડે-
આ પછી બોલિવૂડના 'ખિલાડી' સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' આવે છે. 'બચ્ચન પાંડે' 18 માર્ચે મોટા પડદા પર આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, પંકજ ત્રિપાઠી, પ્રતિક બબ્બર અને અભિમન્યુ સિંહ છે. આ ફિલ્મ 2014માં આવેલી તમિલ ફિલ્મ 'જીગરથાંડા'ની રિમેક છે. આરઆરઆર-
જ્યારે ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' 25 માર્ચે રિલીઝ થઈ રહી છે. 'RRR' પહેલા જાન્યુઆરીમાં સ્ક્રીન પર આવવાની હતી. તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં અભિનિત, 'RRR' એ આદિવાસી અધિકારો માટે લડતા બે વાસ્તવિક જીવનના અસંગત નાયકોની કાલ્પનિક વાર્તા તરીકે ઓળખવામાં આવે છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર અનુક્રમે 1922ના રામ્પા વિદ્રોહના નેતા અલ્લુરી સીતારામ રાજુ અને હૈદરાબાદના નિઝામ સામે લડતા ગોંડ બળવાખોર કોમારામ ભીમની ભૂમિકા ભજવે છે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ, અજય દેવગન અને શ્રિયા સરન પણ મહત્વની ભૂમિકામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે