રશિયા-યુક્રેન યુદ્ધ સંકટ વચ્ચે ભારત સરકારે લીધો મોટો નિર્ણય, આ પ્રતિબંધને તાબડતોબ કર્યો દૂર 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.

રશિયા-યુક્રેન યુદ્ધ સંકટ વચ્ચે ભારત સરકારે લીધો મોટો નિર્ણય, આ પ્રતિબંધને તાબડતોબ કર્યો દૂર 

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા લોકોને સરળતાથી બહાર કાઢવા માટે ઉડાણો પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. 

ઉડાણો અને બેઠકોની સખ્યા પરથી પ્રતિબંધ હટ્યો
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને બહાર કાઢવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારત અને યુક્રેન વચ્ચેની ઉડાણો અને સીટોની સંખ્યા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે. મંત્રાલયના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે ભારતીય એરલાઈન્સને ઉડાણોની સંખ્યા વધારવાનું કહેવાયું છે. 

ભારતીયોને યુક્રેન છોડવા માટે સૂચન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે યુક્રેનમાં પોતાના નાગરિકને દેશ છોડવા માટે કહ્યું છે. પરંતુ 20 ફેબ્રુઆરી પહેલા ત્યાંથી નીકળવા માટે કોઈ ઉડાણ ઉપલબ્ધ નથી. ત્યારબાદ ભારત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. 

સરકારના આ નિર્ણયથી થશે ફાયદો
ઉડાણો અને સીટોની સંખ્યા પરથી પ્રતિબંધ હટાવવાના ભારત સરકારના નિર્ણય બાદ ગમે તેટલી ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ સંચાલિત થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે એમઓસીએ વિદેશ મંત્રાલય સાથે સમન્વય સ્થાપિત કરી રહ્યું છે. 

— ANI (@ANI) February 17, 2022

યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર જેલેન્સ્કીએ રશિયાની સૈન્ય ટુકડીઓની સરહદથી વાપસી સંલગ્ન ખબરો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી. બીબીસીના એક હાલના રિપોર્ટમાં આ જાણકારી અપાઈ છે. પશ્ચિમી યુક્રેનના એક સૈન્ય તાલિમ કેન્દ્રમાં બીબીસી સાથે વાતચીતમાં જેલેન્સ્કીએ કહ્યું કે ઈમાનદારીથી કહીએ તો અમે અમારી સામે હાલની સ્થિતિ જોઈને જ પ્રતિક્રિયા આપીશું અને અમને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વાપસી થતી જોવા મળી રહી નથી. અમે માત્ર તે વિશે સાંભળ્યું છે. 

સંયમ વર્તી રહ્યા છીએ
તેમણે કહ્યું કે તેમને લાગે છે કે સામાન્ય લોકો એવી આશા રાખીને બેઠા હશે કે ડી-એસ્કેલેશન થશે. બીબીસી રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યાં સુધી જોખમનો સવાલ છે તો મે અનેકવાર કહ્યું છે કે કોઈ પણ પણ પ્રકારના જોખમને લઈને સંયમ વર્તી રહ્યા છીએ. કારણ કે અમને એ યાદ છે કે  આ બધુ કાલે શરૂ થયું નથી. આ બધુ અનેક વર્ષોથી ચાલે છે. 

રશિયાની સેનાની વાપસી નથી જોવા મળતી
આ સાથે જ તેમણે કહ્યું કે જ્યારે સૈનિકો પાછળ હટે છે તો તે બધાને દેખાશે, ન કે માત્ર તેને જોવા મોકલાયેલી ટુકડી કે ડ્રોન વિમાનને દેખાશે પરંતુ હાલ તો આ એક નિવેદન માત્ર છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગે મંગળવારે કહ્યું હતું કે રશિયાના રશિયા-યુક્રેન સરહદોથી પોતાના કેટલાક સૈનિકોને પાછા બોલાવ્યા બાદ, હજુ સુધી ગ્રાઉન્ડ સ્તરે ડીએસ્કેલેશન જોવા મળ્યું નથી. તેનાથી વિપરિત એવું લાગે છે કે રશિયાએ સૈન્ય નિર્માણ ચાલુ રાખ્યું છે. તેમણે કહ્યું કે અમે રશિયન સેનાની કોઈ વાપસી જોઈ નથી અને તે રશિયાના રાજનયિક પ્રયાસોના સંદેશથી વિપરિત છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news