જમાઈનો ધડાકો : મૃત દીકરીનું મોં જોવા પણ નહોતી આવી મૌસમી ચેટરજી!
એક્ટ્રેસ મૌસમી ચેટરજી (moushumi chatterjee)ની દીકરી પાયલ ડિક સિન્હાનું 13 ડિસેમ્બરના દિવસે નિધન (Death) થઈ ગયું છે. પાયલ બહુ લાંબા સમયથી બીમાર હતી અને 2017ના એપ્રિલથી સતત હોસ્પિટલના ચક્કર કાપી રહી હતી.
Trending Photos
મુંબઈ : એક્ટ્રેસ મૌસમી ચેટરજી (moushumi chatterjee)ની દીકરી પાયલ ડિક સિન્હાનું 13 ડિસેમ્બરના દિવસે નિધન (Death) થઈ ગયું છે. પાયલ બહુ લાંબા સમયથી બીમાર હતી અને 2017ના એપ્રિલથી સતત હોસ્પિટલના ચક્કર કાપી રહી હતી. પાયલ 2018થી કોમામાં હતી. તેનો પતિ ડિકી સિન્હા તેને હોસ્પિટલથી ઘરે લઈ આવ્યો હતો પણ મૌસમી અને તેના પતિ જયંત મુખરજીએ દીકરીની યોગ્ય રીતે સંભાળ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે તેના પતિ ડિકી સિંહાએ એક ઇન્ટરન્યૂમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
ડિકીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ''મારા અને મારા સાસરિયાના સંબંધ સારા નહોતા. હું કેસ જીતી ગયો હતો અને પાયલ મારી સાથે જ રહેતી હતી. પાયલ તેના છેલ્લા સમયમાં મારી સાથે જ હતી. તમને એ જાણીને આંચકો લાગશે કે પાયલના મૃત્યુ પછી મૌસમીએ તેનો ચહેરો પણ નથી જોયો. તે સ્મશાન પણ નહોતી આવી. પાયલની બહેન અને પિતા જ અંતિમ વિદાય સમયે હાજર હતા. તે લોકોએ પાયલની બીમારીને ઇગો ઇશ્યુ બનાવી લીધો હતો. મેં પહેલાં ક્યારેય આ વિશે વાત નથી કરી પણ હવે જ્યારે મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે હું આટલી સ્પષ્ટતા કરવા ઇચ્છું છું. પાયલ અઢી વર્ષથી કોમામાં હતી. આખી બીમારી દરમિયાન તેના પર બ્રેઇન સર્જરી સહિત બે ઓપરેશન થયા. છેલ્લા બે મહિનામાં મૌસમી માત્ર પાંચ વાર પાંચ મિનિટ માટે હોસ્પિટલ આવી હતી. મેં તેમને ક્યારેય પાયલને મળવાની ના નથી પાડી. મારી પાસે પુરાવા અને રેકોર્ડિંગ છે. મને નથી લાગતું કે હવે મારે આનાથી વધારે કોઈ સ્પષ્ટતા કરવાની હોય.''
મૌસમી અને તેના પતિએ આરોપ મુક્યો હતો કે ડિકીએ પાયલની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ બંધ કરાવી દીધી છે. દીકરીની તબિયત બગડવાને પહલે મૌસમી અને ડિકીએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો. અભિનેત્રી અને તેના પતિ જયંતા મુખરજીએ હાઈ કોર્ટમાં પોતાના જમાઈ ડિકી સિંહા સામે તાકીદના નિર્દેશ માટે અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 44 વર્ષની પુત્રીની તબીબી હાલત ખરાબ હોવા છતાં પણ તેની સાથે મળવા દેવામાં નથી આવતા અને પુત્રીની સારસંભાળ માટે તેનો કબજો આપતો આદેશ આપવાની દાદ માગી હતી. તેમણે આરોપ મુક્યો હતો કે ડિકી તેમની દીકરી પાયલને મળવા નથી દેતો અને મેડિકલ રિપોર્ટ પણ જોવા નથી આપતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે