ખુબ સુંદર છે Jasprit Bumrah ની પત્ની Sanjana Ganesan, જુઓ તેની 10 ગ્લેમરસ તસવીરો

Jasprit Bumrah and Sanjana Ganesan Wedding: મીડિયામાં છેલ્લા ઘણા દિવસથી જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની લગ્નની ખુબ ચર્ચાઓ થઈ. બુમરાહે સોમવારે ટ્વીટ કરી પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 
 

ખુબ સુંદર છે Jasprit Bumrah ની પત્ની Sanjana Ganesan, જુઓ તેની 10 ગ્લેમરસ તસવીરો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના  (Team India) સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ  (Jasprit Bumrah) અને સંજના ગણેશન  (Sanjana Ganesan) લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલે સોમવારે ગોવામાં લગ્ન કરી લીધા છે. મીડિયામાં ઘણા સમયથી જસપ્રીત બુમરાહ અને સંજનાના લગ્નના ચર્ચા હતી.

પ્રેમની સાથે અમે નવી યાત્રાની શરૂઆત કરી
બુમરાહે ટ્વીટ કરી કહ્યુ, પ્રેમની સાથે અમે એક સાથે નવી યાત્રાની શરૂઆત કરી છે. અમારા બન્ને માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. અમે અમારા લગ્નના સમાચાર અને અમારી ખુશી વ્યક્ત કરી સારો અનુભવ કરી રહ્યાં છીએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવ દંપતીને શુભકામનાઓ આપી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરી કહ્યુ, નવી સફર માટે તમને બધાને ખુબ-ખુબ શુભેચ્છાઓ. 

Steered by love, we have begun a new journey together. Today is one of the happiest days of our lives and we feel blessed to be able to share the news of our wedding and our joy with you.

Jasprit & Sanjana pic.twitter.com/EQuRUNa0Xc

— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 15, 2021

ફેન્સ વચ્ચે ફેમસ છે સંજના
બુમરાહે સોમવારે ટ્વીટ કરીને પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્રિકેટ ફેન્સ વચ્ચે સંજના ગણેશન ખુબ ફેમસ છે. તે હંમેશા કોલકત્તા નાઇટરાઇડર્સના (Kolkata Knight Riders) સ્પેશિયલ શો 'નાઇટ ક્લબ (Knight Club) હોસ્ટ કરે છે. આ સિવાય તે સ્ટાર સ્પોર્ટસ માટે એન્કરિંગ કરતી જોવા મળે છે. આવો નજર કરીએ તેની 10 ગ્લેમરસ તસવીરો પર.'

કોણ છે સંજના ગણેશન?
28 વર્ષની સંજના ગણેશન એક સ્પોર્ટસ એન્કર છે. તે છેલ્લા ઘણા સમયથી અનેક ટૂર્નામેન્ટોનો ભાગ રહી છે. તે આઈપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટસ સાથે જોડાયેલી રહી છે. સંજના આઈસીસી વર્લ્ડ કપ 2019થી લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગને હોસ્ટ કરી ચુકી છે. આ સિવાય તે કોલકત્તા નાઇટ રાઇડર્સની પણ એન્કર રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news