અંડરગાર્મેન્ટ વગરની કંગનાની આ 13 વર્ષ જૂની તસવીરે મચાવ્યો ખળભળાટ, થઈ નવી દુશ્મનીની શરૂઆત

કંગના રનોત બોલિવૂડની ‘ક્વિન’ના નામે ઓળખાય છે. આ ઉપરાંત કંગનાએ ‘તનુ વેડ્સ મનુ’ અને ‘મણિકર્ણિકા’માં શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. મણિકર્ણિકા તો તેણે પોતે ડિરેક્ટ પણ કરી છે. કંગના પોતાની એક્ટિંગ ઉપરાંત બોલ્ડ નિવેદનોને કારણે હંમેશાં ચર્ચાઓમાં રહે છે. 

અંડરગાર્મેન્ટ વગરની કંગનાની આ 13 વર્ષ જૂની તસવીરે મચાવ્યો ખળભળાટ, થઈ નવી દુશ્મનીની શરૂઆત

મુંબઈ : કંગના રનોત બોલિવૂડની ‘ક્વિન’ના નામે ઓળખાય છે. આ ઉપરાંત કંગનાએ ‘તનુ વેડ્સ મનુ’ અને ‘મણિકર્ણિકા’માં શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. મણિકર્ણિકા તો તેણે પોતે ડિરેક્ટ પણ કરી છે. કંગના પોતાની એક્ટિંગ ઉપરાંત બોલ્ડ નિવેદનોને કારણે હંમેશાં ચર્ચાઓમાં રહે છે.  જોકે હાલમાં તેણે ભૂતપૂર્વ સેન્સર બોર્ડ ચીફ પહેલાજ નિહલાની માટે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. કંગનાએ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના સ્ટ્રગલના દિવસો વિશે જણાવતા કહ્યું કે, ‘ફેક્ટ એ છે કે, લોકો મળે છે, તમને પ્રોમિસ કરે છે તે તમને ગાઈડ કરશે – હેલ્પ કરશે. પહેલાજ નિહલાણીએ મને એક ફિલ્મ ઓફર કરી હતી. આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું હતું – I Love You Boss. આ ફિલ્મ માટે એક ફોટોશૂટ થયું હતું જેના માટે તેમણે મને Robe પહેરવા કહ્યું હતું અને તેમાં અન્ડરગાર્મેન્ટ્સ શામેલ નહોતા.

કંગનાએ આરોપ મૂક્યો છે કે મને એવો રોલ આપવામાં આવ્યો હતો જે બોસ પ્રત્યે લસ્ટ ધરાવે છે. આ એક રીતે સોફ્ટ પોર્ન કેરેક્ટર જેવું હતું. મેં કહ્યું કે, હું આ નહીં કરી શકું. મારા માતા-પિતા આ જ બાબતો વિશે મને કહેતા હતા. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઈ અને ભાગી ગઈ, મેં મારો નંબર બદલી નાખ્યો.

આ મામલે સ્પષ્ટતા કરતા પહેલાજ નિહલાનીએ કહ્યું હતું કે કંગનાએ મારા પર આવો આરોપ મૂકવાની જરૂર નહોતી કારણ કે મને એવી ઘણી વાતો ખબર છે જે હું જાહેર કરી દઉં તો તેને સમસ્યા નડી શકે છે. મેં આ ફોટાની એડ માટે દોઢ કરોડ રૂપિયો ખર્ચ કર્યો હતો અને ત્રણ ગીતો પણ શૂટ કર્યા હતા. જોકે કંગનાને પછી ગેન્ગસ્ટર ફિલ્મ મળી ગઈ હતી અને તેણે મારી ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news