કેસરી : 21 શીખ સૈનિકોની બહાદુરી ધુળેટીએ છવાઇ જશે, અક્ષય કુમારે કહ્યું- પિક્ચર અભી બાકી હૈ...
રંગોના તહેવાર હોળી ધુળેટીમાં (Dhuleti) આ વખતે અન્ય રંગોની સાથે કેસરી (Kesari) છવાઇ જશે. અક્ષય કુમાર (Akshay Kumar) અભિનિત ફિલ્મ કેસરી ગુરૂવારે ધુળેટીના દિવસે રિલીઝ થવાની છે. જે પૂર્વે અક્ષય કુમારે મોટો ખુલાસો કરતાં કહ્યું કે, પિક્ચર અભી બાકી હૈ... કેસરી વર્ષ 1897 ના સારાગઢી (Saragarhi) યુધ્ધની (Battle) કહાની છે. જેમાં 21 શીખ યૌધ્ધાઓની બહાદુરી છે. માત્ર 21 શીખ સૈનિકોની ટુકડીએ 10,000 અફગાનીઓ વિરૂધ્ધ જંગ ખેલ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી : એકશન હીરોથી લઇને કોમેડી કિંગ અને દેશભક્તિથી રંગાયેલ પાત્રોમાં જાન રેડી દેનાર બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનું કહેવું છે કે, એના ઘણા અલગ અલગ રૂપ છે. જેને બતાવવા હજુ બાકી છે. તેણે કહ્યું કે, મારે લાંબી મંજીલ કાપવાની છે. હું ઘણું બધુ કરવા માંગુ છું, જે માટે આકરી મહેનત કરતો રહીશ. હું એક સ્તર પર આવીને અટકી જતો નથી. હું કોઇ એક પ્રકારની છબી બનાવવા માંગતો નથી. મારા ઘણા રૂપ છે જે હજુ મારે દેખાડવાના બાકી છે.
અક્ષયે આ વાત સોમવારે પોતાની આગામી ફિલ્મ કેસરીના પ્રચાર દરમિયાન મીડિયા સમક્ષ કરી. દેશભક્તિના વિષય પર બનનારી ફિલ્મો અંગે તેણે જણાવ્યું કે, આ બધુ પટકથા પર આધારિત છે. હું હાઉસફુલ 4 કરી રહયો છું અને એક હોરર કોમેડી પણ કરી રહ્યો છું. કેસરી અંગે અક્ષયે કહ્યું કે, ઐતિહાસિક આ ઘટના કહેવી જરૂરી હતી.
કેસરી વર્ષ 1897 ના સારાગઢી યુધ્ધની વાર્તા છે. જેમાં 21 શીખ સૈનિકોની ટુકડીએ 10,000 અફગાનીઓ વિરૂધ્ધ જંગ ખેલ્યો હતો.
સારાગઢીની લડાઇ 122 વર્ષ પહેલા 21 શીખ સૈનિકોની બહાદુરીથી લથપથ છે. આ શીખ ટુકડીએ હુમલાખોર 10,000 અફગાનીઓના છક્કા છોડાવ્યા હતા. કેસરી 21 જાબાંજ ભારતીય સૈનિકોની કહાની છે જે 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અહીં નોંધનિય છે કે, આ જંગ જીત્યા બાદ આ તમામ સૈનિકોને ઇન્ડિયન ઓર્ડન ઓફ મેરિટથી નવાજ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે