Kiara Advani Kaleere: સામાન્ય નહીં ખુબ જ ખાસ છે કીયારાના ડિઝાઈનર કલીરા, છુપાયેલી છે કપલની રોમેન્ટિક લવસ્ટોરી!

Kiara Advani Kaleere: કિયારા અડવાણીના હાથના કલીરાની ડિઝાઇન કોઈ સામાન્ય નતી. આ કલીરામાં છુપાયેલી હતી ચાંદ- તારા સાથે સિદ્ધાર્થ અને કિયારાની લવ સ્ટોરી. અહીં જાણો ડિટેલ્સ..
 

Trending Photos

Kiara Advani Kaleere: સામાન્ય નહીં ખુબ જ ખાસ છે કીયારાના ડિઝાઈનર કલીરા, છુપાયેલી છે કપલની રોમેન્ટિક લવસ્ટોરી!

Kiara Advani-Sidharth Malhotra Love Story: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન બાદ તેમના લગ્નના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. કિયારા અડવાણીએ લગ્નમાં ફક્ત ખાસ લહેંગો જ નહીં ખાસ ઘરેણાં પણ પહેર્યા હતા. કિયારાએ ચુડા સાથે જે ક્લીરા પહેર્યા હતા તેની ખાસ ડિઝાઇન કરવામાં આવી હતી. તેના કલીરામાં ચાંદ - તારા સાથે તેની લવ સ્ટોરી પણ છુપાયેલી છે.

કલીરામાં છુપાયેલી હતી સિધ્ધાર્થ-કિયારાની લવસ્ટોરી

ડિઝાઈનર મૃણાલિની ચંદ્રાએ કિયારા અડવાણીના કલીરા ડિઝાઈન કર્યા છે. ડિઝાઇનરે હાલમાં જ સોશ્યિલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કલીરાની પુરી ડીટેલ જોવા મળી રહી છે. મૃણાલિનીએ જણાવ્યું કે કેવી રીતે કલીરામાં ચંદ્ર, તારા અને પતંગિયા દ્વારા સિદ્ધાર્થ-કિયારાની લવ સ્ટોરી કહેવામાં આવી છે. કલીરામાં સિદ્ધાર્થ-કિયારાના નામના પહેલા અક્ષરોની સાથે સિદ્ધાર્થના પાલતુ કૂતરા ઓસ્કરનો ફોટો પણ છે. 

ડિઝાઈનર મૃણાલિનીએ સોશિયલ મીડિયા પર વીડિયોની સાથે કેપ્શન લખ્યું છે કે, 'અમારા સિગ્નેચર લવ સ્ટોરી કલિરા અમારી સુંદર દુલ્હન કિયારા અડવાણી માટે. સૂરજ, ચાંદ અને તારા વચ્ચે આ કલીરામાં તેમનું પેટ ઓસ્કર પણ છે. આ સાથે કલીરામાં સિદ્ધાર્થ અને કિયારાનું ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન, થોડો પ્રેમ અને મસ્તી પણ પરોવવામાં આવી છે. આ કલીરા ખુબ જ પ્રેમથી તૈયાર કરવામાં આવ્યા છે...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news