દિગ્ગજ અભિનેતા કાદર ખાન કેનેડામાં સુપુર્દ-એ-ખાક, શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હજારો
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને લેખક કાદર ખાનના મૃત્યુથી આખું બોલિવૂડ આઘાતમાં છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને લેખક કાદર ખાનના મૃત્યુથી આખું બોલિવૂડ આઘાતમાં છે. બુધવારે બપોરે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. કાદર ખાનનું 1 જાન્યુઆરીએ નિધન થયું હતું અને તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. કાદર ખાન કેનેડાની એક હોસ્પિટલમાં દાખલ હતા. કાદર ખાનનો દીકરો સરફરાઝ અને વહુ કેનેડામાં રહે છે અને તેઓ કેટલાક વર્ષોથી કેનેડા શિફ્ટ થઈ ગયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
કાદર ખાન ગંભીર રીતે બીમાર થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 81 વર્ષના હતા. તબીબોએ કહ્યું હતું કે, તેઓ પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડર (પીએસપી)ના શિકાર થયા હતા. આ કારણે તેમના મગજે કામ કરવાનું બંધ કર્યું હતું. હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલ સાથે થયેલી વાતચીતમાં કાદર ખાનના દીકરા સરફરાજે જણાવ્યું હતું કે, પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડરને કારણે કાદર ખાનની મગજથી થતી તેમની તમામ હરકતો પર પ્રભાવ પડી રહ્યો હતો. આ સાથે જ તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ કારણે તેમનામાં નિમોનિયાના લક્ષણ પણ દેખાયા હતા. છેલ્લાં 5-6 દિવસથી તેઓ કેનેડાની હોસ્પિટલમાં દાખલ હતા.
કાદર ખાને છેલ્લે અમન કે ફરિશ્તે ફિલ્મ દ્વારા ફિલ્મી પડદા પર આવ્યા હતા. પોતાની ફિલ્મી કારકિર્દીમાં તેમણે મુઝસે શાદી કરોગી, લકી, ફનટુશ, જીના સિર્ફ મેરે લિયે, અખિયો સે ગોલી મારે, જોરુ કા ગુલામ, હસીના માન જાયેગી, અનારી નં.1, આન્ટી નં. 1, બનારસી બાબુ, જુદાઈ, જુડવા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલમાં કાદર ખાન 81 વર્ષના છે. અફઘાનિસ્તાનમાં જન્મેલા કાદર ખાન ફિલ્મોની દુનિયામાં આવ્યા એ પહેલાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતા. અત્યાર સુધી કાદર ખાને 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે અને 250 જેટલી ફિલ્મોમાં સંવાદો લખ્યા છે. તેમણે મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરાની અનેક ફિલ્મોના સંવાદ લખ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે