સામે આવી હોસ્પિટલના બિછાને પડેલા ઋષિ કપૂરના અંતિમ videoની ખરી હકીકત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) નું આજે 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 2018થી લ્યૂકેમિયા (રક્તનું કેન્સર)થી પીડિતા હતા. તબિયત બગડ્યા બાદ તેઓને બુધવારે એચ.એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે ત્રણ મહિના પહેલા ઋષિ કપૂરના બહેન રિતુ નંદાનું પણ કેન્સરને કારણે નિધન થયું હતું. ત્યારે હાલ ઋષિ કપૂરના નિધનથી તેમના ફેન ગમગીન બની ગયા છે. ઋષિ કપૂરના નિધન બાદ તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ વીડિયો તેમના મૃત્યુના થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં એક શખ્સ તેમની પાસે બેસ્યો છે, અને તે ગીત ગાઈને તેમના આર્શીવાદ મેળવી રહ્યો છે. જોકે, હોસ્પિટલના બિછાનેથી તેમનો અંતિમ વીડિયો કહેવાતા આ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે.
આ વીડિયોમાં હોસ્પટલના એક સ્ટાફને ઋષિ કપૂર આર્શીવાદ આપતા દેખાઈ રહ્યાં છે. પરંતુ કહેવાય છે કે, આ વીડિયો ફેબ્રુઆરી મહિનાનો છે, જ્યારે ઋષિ કપૂર હોસ્પિટલમાં દાખલ થયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ હોસ્પટલના બિછાને પડેલા ઋષિ કપૂરની પાસે બેસ્યો છે. તે તેમનુ સુપરહીટ સેન્ગ ‘તેર દિલ સે દર્દ આબાદ રહા... ’ ગીત ગાઈ રહ્યો છે. શખ્સના ગીત ગાવાથી ઋષિ કપૂર બહુ જ ખુશ દેખાઈ રહ્યા છે. તેઓ વીડિયોમાં બોલી રહ્યાં છે કે, મારો આર્શીવાદ તારી સાથે છે. મહેનત કરો. પ્રગતિ કરો. મહેનતથી જ બધુ મળે છે. વધુ મહેનત અને થોડુ નસીબ સાથ આપશે તો તને સફળતા જરૂર મળશે. આ ગાંઠ બાંધીને યાદ રાખી લો.
મૃત્યુ પહેલા ખુદ ઋષિ કપૂરે શેર કરી હતી તેમની આ તસવીરો...
ઋષિ કપૂરના આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો ઋષિ કપૂરના મૃત્યુ પહેલાની અંતિમ રાતનો નથી. આ વીડિયો ફેબ્રુઆરી 2020થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. DK Kumar Sanu નામના યુટ્યુબ ચેનલ પર આ વીડિયો 28 ફેબ્રુઆરી, 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ વીડિયોમાં કોઈ માહિતી આપવામાં આવી નથી કે આ વીડિયો ક્યારનો છે. આ ચેનલ પર બે વીડિયો અપલોડ છે. ઋષિ કપૂર માટે ગીત ગાતા આ શખ્સે પોતાના ચેનલ પર અપલોડ બીજા વીડિયોમાં પોતાનું નામ ધીરજ કુમાર જણાવ્યું છે. હકીકત એ છે કે, આ વીડિયો 29 એપ્રિલ, 2020નો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે