Ramayana માં ભગવાન રામ બનશે આ સુપરસ્ટાર, Deepika Padukone સાથે જામશે જોડી
રામાયણ (Ramayan) પર અત્યાર સુધી ઘણી ફિલ્મો બી છે. નવા નવા અંદાજમાં ભગવાન રામની સ્ટોરી દેખાળવામાં આવે છે. હવે નિર્માતા મધુ મેંટાના (Madhu Mantena) રામાયણ (Ramayan) પર મોટી ફિલ્મ બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો મધુ મેંટાનાએ ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા રાખ્યું છે
Trending Photos
નવી દિલ્હી: રામાયણ (Ramayan) પર અત્યાર સુધી ઘણી ફિલ્મો બી છે. નવા નવા અંદાજમાં ભગવાન રામની સ્ટોરી દેખાળવામાં આવે છે. હવે નિર્માતા મધુ મેંટાના (Madhu Mantena) રામાયણ (Ramayan) પર મોટી ફિલ્મ બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો મધુ મેંટાનાએ ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા રાખ્યું છે. ફિલ્મમાં ઋતિક રોશન (Hrithik Roshan) રાવણની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારે દીપિકા પાદુકોણને (Deepika Padukone) મેકર્સે સીતાના રોલ માટે સાઈન કરાવી છે.
રામાયણમાં રામનો રોલ નિભાવશે આ સુપરસ્ટાર
અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.com માં રજૂ કરવામાં આવેલા એક સમાચાર અનુસરા રામાયણમાં ભગવાન રામના રોલની વાત કરીએ તો તેના માટે મેકર્સ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) સાથે વાત કરી છે. બોલીવૂડ હંગામાની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહેશ બાબુએ મધુ મેંટાનાને લીલી ઝંડી દેખાળી છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે, જ્યારે ઓમ રાઉતે (Om Raut) આદિપુરૂષની જાહેરાત કરી ત્યારે મધુ મેંટાનાને શોક લાગ્યો હતો કેમ કે, ઘણા સમયથી તેઓ રામાયણ પર આધારિત ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યાં હતા. તેમણે તાત્કાલીક તેમના ફાઇનાન્સયર્સ સાથે વાત કરી. આ ફિલ્મ માટે ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ તૈયાર છે અને હવે મધુએ સાઉથના મોટા સુપરસ્ટાર મહેશ બાબુ સાથે પણ વાત કરી છે.
મહેશ બાબુને પસંદ આવી સ્ક્રિપ્ટ
મધુએ મહેશ બાબુને રામાયણની સ્ટોરી જણાવી છે અને તેમને સ્ક્રિપ્ટ ઘણી પસંદ આવી છે. મધુને લાગે છે કે મહેશ બાબુના (Mahesh Babu) ફેસમાં તે માસૂમિયત છે, જે ભગવાન રામના રોલ માટે જોઇએ. મહેશ બાબુએ ફિલ્મને લીલી ઝંડી આપી છે. ઋતિક, મહેશ અને દીપિકાને સાથે લાવવામાં એક ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ઘણી મદદ કરી છે. જેમણે આ ત્રણેય કલાકારોને રામાયણ માટે તૈયાર કર્યા છે. મધુ મેંટાના રામાયણની સત્તાવાર જાહેરાત ક્યારે કરે છે, તે જોવાનું રહ્યું.
3D માં હશે ફિલ્મ
તણને જણાવી દઇએ કે, રામાયણ (Ramayan) મધુ મેંટાનાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મને તેઓ આ બેનર હેઠળ બનાવવા માંગે છે. મધુ મેંટાના રામાયણને 3D માં દર્શકો સામે રજૂ કરશે. તેનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા છે. સૂત્રએ આ પણ કહ્યું છે કે, મધુ મેંટાનાએ કેટલાક રિસર્ચ સ્કોલર્સને રામાયણ પર રિસર્ચ કરવા માટે કહ્યું છે. તેમનું કહેવું છે કે, આ કરવાથી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં મદદ મળશે. સાથે જ આ પણ જણાવ્યું કે, મધુ મેંટાના રામાયણને બે ભાગમાં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે