રિયા ચક્રવર્તી જેલમાંથી થઇ મુક્ત, કોર્ટમાંથી મળ્યા શરતી જામીન
સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court) રિયાને એક લાખના બોન્ડ પર જામીન આપતાં કહ્યું કે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં દર 10 દિવસમાં હાજરી નોંધાવવી પડશે. સાથે જ તેમને પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે.
8 સપ્ટેમ્બરને કરી હતી ધરપકડ
હાઇકોર્ટે રિયાની સાથે જ દીપેશ અને સૈમ્યૂલ મીરાંડને પણ જામીન આપી દીધા છે. પરંતુ રિયાના ભાઇ શોવિક અને અબ્દુલ બાસિતની જામીન અરજી નકારી કાઢી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ રિયાને 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આ પહેલાં સ્પેશિયલ NDPS કોર્ટે રિયા અને શોવિકની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી દીધી છે.
વકીલે કહ્યું, સત્યની જીત થઇ
રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ રિયાને જામીન મળતાં ખુશી વ્યક્ત કરતાં તેને સત્યા અને ન્યાયની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે અમે કોર્ટમાં જે તથ્ય રજૂ કર્યા હતા કોર્ટે તેમને માન્ય રાખતાં રિયાને જામીન આપી દીધા. માનેશિંદેએ પુનરાવર્તિત કર્યું કે રિયાને ફસાવવાનું કાવતરું થઇ રહ્યું છે. જે પ્રકારે તેમની ધરપકડ કરવામાં આવી તે અયોગ્ય અને કાયદાથી પરે હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે