મલાઇકા અને અર્જુનને ડર નથી દુનિયાનો, જાહેર કિસ સાથે 2020ની શરૂઆત અને પછી લખ્યું કે...

બોલિવૂડના ચર્ચાસ્પદ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ગોવામાં નવા વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે. તેમની રિલેશનશીપ વિશે પ્રવર્તી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે જાહેરમાં કિસ કરતો પોતાનો ફોટો શેયર કરીને ખુલ્લેઆમ રિલેશનશીપની જાહેરાત કરી છે. મલાઈકાએ પોતે ન્યૂ યર સેલિબ્રેશનનો અર્જુન સાથે ફોટોગ્રાફ શેર કર્યો છે.

મલાઇકા અને અર્જુનને ડર નથી દુનિયાનો, જાહેર કિસ સાથે 2020ની શરૂઆત અને પછી લખ્યું કે...

મુંબઈ : બોલિવૂડના ચર્ચાસ્પદ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ગોવામાં નવા વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે. તેમની રિલેશનશીપ વિશે પ્રવર્તી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે જાહેરમાં કિસ કરતો પોતાનો ફોટો શેયર કરીને ખુલ્લેઆમ રિલેશનશીપની જાહેરાત કરી છે. મલાઈકાએ પોતે ન્યૂ યર સેલિબ્રેશનનો અર્જુન સાથે ફોટોગ્રાફ શેર કર્યો છે. આ પિક્ચરમાં તે અર્જુનના ગાલ પર કિસ કરતી જોઈ શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો મૂકતા તેણે કેપ્શન આપ્યું છે, ‘સન, સ્ટાર, લાઈટ, હેપિનેસ… 2020’. મલાઈકાએ આ ફોટો શેર કર્યો તે સાથે જ અર્જુનના આન્ટી અને સંજય કપૂરના પત્ની મહીપ કપૂરે તરત જ તેના પર કૉમેન્ટ કરી હતી. આ સિવાય મલાઈકાએ ગ્રુપ સાથે ન્યૂ યર સેલિબ્રેશનનો ફોટો પણ શેર કર્યો છે.

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરાએ પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે અને હવે બંને લગ્ન મામલે ચર્ચા કરી રહ્યા છે. આ બંનેના સંબંધો વિશે જાતજાતની ગોસિપ થતી રહે છે. હાલમાં જ અર્જુનની ફિલ્મ પાનીપત રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન વખતે અર્જુને સ્પષ્ટતા કરી હતી કે હાલમાં તેમનો લગ્નનો કોઈ ઈરાદો નથી. 

હાલમાં સમાચાર આવ્યા હતા કે અર્જુન અને મલાઇકાના નક્કી કરવામાં આવેલા લગ્ન ઠેલાયા હતા કારણ કે અર્જુનના પિતા બોની કપૂર અને તેની બહેનો નથી ઇચ્છતી કે આ લગ્ન થાય. તેઓ તેમની તરફથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના નજીકના લોકો જણાવી રહ્યા છે કે, અર્જુનના પરિવારજનો આ લગ્ન રોકવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યા છે જેના કારણે આ લગ્ન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. મળતી માહિતી પ્રમાણે અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news