જામનગરમાં બિનકાયદેસર ધમધમતા શિક્ષણના હાટડા પર કોંગ્રેસની જનતા રેડ
Trending Photos
જામનગર : શહેરના વોર્ડ નં. 16માં આવેલ રોયલ સ્કૂલ દ્વારા ગેરકાયદેસર રીતે ચાર પતરાવાળા રૂમ બનાવી વિદ્યાર્થીઓને આવી કાતિલ ઠંડીમાં ભણાવી સરકારના નિયમોનું ભંગ કરી રહી છે, અને શાળામાં આગ જેવી કોઈ ઘટના બને તો તેને ટાળવા જરૂરી કોઈ ફાયર સેફ્ટીની સાધન સામગ્રી પણ હાજરમાં ન હતી. જે અંગે જામનગર કોંગ્રેસની આગેવાનીમાં લોકોને સાથે રાખી રોયલ સ્કૂલમાં જનતા રેડ કરવામાં આવી હતી.
મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ધામધૂમથી ઉજવાશે, અંબાજીમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ....
જામનગરના વોર્ડ ન. 16 માં આવેલ રોયલ સ્કૂલના સંચાલકો દ્વારા ઉપરના માળે ગેરકાયદેસર ચાર પતરાવાળા રૂમ બનાવી વાલીઓને અંધારામાં રાખી વિધ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરતી શાળા તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહી છે. આજરોજ જામનગર કોંગ્રેસ દ્વારા રોયલ સ્કૂલ ખાતે જનતા રેડ કરવામાં આવી હતી. બિલાડીના ટોપની જેમ ફાટી નિકળેલી ખાનગી શાળાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવામાં આવે છે. શાળાના ગેરકાયદેસર બાંધકામ અંગે ટી.પી.ઑ. શાખા દ્વારા આખરી નોટીસ આપ્યા બાદ પણ આ ગેરકાયદેસર બાંધકામવાળી સ્કૂલ આજે પણ ધમધમે છે. રૂબરૂ તપાસ કરતાં ફાયર સેફ્ટીના સાધનોની કોઈ વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી ન હતી. ભાવી પેઢી વિષે વાલીઓ ખુદ જાગૃત બને તેવી જામનગર કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
New Year 2020: પોલીસનો ચોકી પહેરો છતા અમદાવાદમાંથી 290 પીધેલા પકડાયા, દીવમાં 2 દારૂડિયાના મોત
સુરતની ગોજારી ઘટના બાદ જામનગર મહાનગરપાલીકા દ્વારા ખાનગી શાળાઓની ચકાસણી કરવા 4 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ. સરકાર ભાવી પેઢીના ઘડતર માટે શિક્ષણ પાછળ લાખો કરોડોના ખર્ચ કરી રહી છે. સરકાર શાળાની મંજૂરી આપતા પહેલા શાળાની જગ્યા, લાયકાત ધરાવતા શિક્ષકો, યોગ્ય વર્ગ ખંડ એમ અનેક નિયમોનું યોગ્ય ચકાસણી કરીને મંજૂરી આપતી હોય છે. ત્યારે આજે જામનગર શહેર ની એક ખાનગી શાળામાં વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો બન્યો હતો. જામનગર કોંગ્રેસની આગેવાનીમાં લોકોને સાથે રાખી રોયલ સ્કૂલમાં જનતા રેડ કરવામાં આવી નિયમોનું ઉલ્લંઘન કરી ખાનગી શાળાઓના ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ભરવા માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે