રકુલપ્રીતે રિયા પર ફોડ્યું ઠીકરું, કહ્યું- મેં ક્યારેય ડ્રગ્સ લીધું નથી, પેડલર્સને લઇને કહી આ વાત

ડ્રગ્સ કનેક્શનને લઇને એનસીબીએ રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી છે. તે દરમિયાન રકુલપ્રીતે રિયા ચક્રવર્તી પર ઠીકરું ફોળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબી સામે રકુલે ડ્રગ્સ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. પરંતુ એનસીબીને આ વાત પર વિશ્વાસ નથી. રકુલે ડ્રગ્સ પેડલર્સ સાથે કનેક્શન હોવાની વાતને પણ નકારી છે

રકુલપ્રીતે રિયા પર ફોડ્યું ઠીકરું, કહ્યું- મેં ક્યારેય ડ્રગ્સ લીધું નથી, પેડલર્સને લઇને કહી આ વાત

નવી દિલ્હી: ડ્રગ્સ કનેક્શનને લઇને એનસીબીએ રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી છે. તે દરમિયાન રકુલપ્રીતે રિયા ચક્રવર્તી પર ઠીકરું ફોળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબી સામે રકુલે ડ્રગ્સ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. પરંતુ એનસીબીને આ વાત પર વિશ્વાસ નથી. રકુલે ડ્રગ્સ પેડલર્સ સાથે કનેક્શન હોવાની વાતને પણ નકારી છે.

રકુલે કબૂલી રિયા સાથે ડ્રગ્સ ચેટની વાત
રકુલે 2018માં રિયા સાથેની ડ્રગ્સની ચેટની કબૂલાત કરી હતી. રકુલે એનસીબીને કહ્યું હતું કે રિયા તેના ચેટમાં માલ (વીડિયો) મેળવી રહી હતી. રિયાની સામાન (ડ્રગ્સ) તેના ઘરે હતી. જો કે હવે એનસીબીની ટીમ રકુલની વાતમાં કેટલી સત્યતા છે તેની તપાસ કરશે. રકુલ પ્રીતની તપાસ ચાલુ રહેશે.

રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછમાં રકુલપ્રીત સિંહનું નામ આપ્યું હતું. જણાવ્યું હતું કે, રકુલ ડ્રગ્સ લે છે. રકુલ અને રિયા બંને સારી મિત્ર છે. પરંતુ હવે જ્યારે બંને મુશ્કેલીમાં ફસાઈ છે તો બ્લેમ ગેમનો સિલસિલો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. રિયા ડ્રગ્સ કેસમાં મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે. કોર્ટમાંથી તેને જામીન મળ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news