સની લિયોનાના ઇંસ્ટાગ્રામ પર થયા 18M ફોલોઅર્સ, પતિ સાથે ડાન્સ કરી કર્યું સેલિબ્રેશન

સની અને ડેનિયલ આ દિવસોમાં સિલીગુડીમાં છે. બંન્નેએ લડકી આંખ મારે ગીત પર ડાન્સ કર્યો હતો. 

Trending Photos

સની લિયોનાના ઇંસ્ટાગ્રામ પર થયા 18M ફોલોઅર્સ, પતિ સાથે ડાન્સ કરી કર્યું સેલિબ્રેશન

નવી દિલ્હીઃ હાલમાં રિલીઝ થયેલી રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિંબાનું ગીત 'લકડી આંખ મારે' આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તમામ લોકો આ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. 

આ લિસ્ટમાં બોલીવુડ અભિનેત્રી સની લિયોનીનું નામ પણ જોડાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, સનીએ પતિ ડેનિયલ વેબરની સાથે ઇંસ્ટાગ્રામ પર પોતાના 18 મિલિયન ફોલોઅર્સ પૂરા થવા પર ફેન્સનો અલગ અંદાજમાં આભાર માન્યો છે. 

સની અને ડેનિયલ જો આ દિવસોમાં સિલીગુડીમાં છે અને તેણે લડકી આંખ મારે ગીત પર ડાન્સ કર્યો હતો. બંન્નેએ પરફેક્ટ રીકે રણવીર-સારાના સ્ટેપ્સને મેચ કર્યાં છે. વીડિયોના અંતમાં સેનીને ડેનિયલ તેડી લે છે અને તે કેમેરાની તરફ હાથ હલાવે છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

ડાન્સ વીડિયોને શેર કરતા સનીએ લખ્યું, તમામનો આભાર - 18 મિલિયન. હવે ડાન્સ કરીને પતિ સાથે ઉજવણીનો સમય છે. તમામને 18 મિલિયન લોકોનો પ્રેમ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news