Sushant મામલે CBIને ના મળ્યા હત્યાના પુરાવા, આત્મહત્યા માટે ઉશ્કેરણી અંગે તપાસ શરૂ
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે CBI તપાસ ચાલી રહી છે. CBI તપાસમાં આજે 12મો દિવસ છે. આ વચ્ચે સૂત્રોના અહેવાલથી સમાચાર સામે આવી રહ્યાં છે કે CBIને સુશાંતની હત્યાના પુરાવા મળ્યા નથી. હવે આત્મહત્યા માટે ઉશ્કેરણી અંગે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઇએ કે સુશાંતના પરિવાજનો અને શુભચિંતકોએ સુશાંતની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઇએ કે છેલ્લા 4 દિવસથી CBIના સવાલોનો સામનો કરી રહેલી રિયા ચક્રવર્તીને આજે સીબીઆઇનો સામનો કરવો પડ્યો નથી અને ના તેના ભાઇ શોવિક ને. પરંતુ રિયાના માતા-પિતા CBI સામે હાજર થયા હતા.
CBIએ આજે પ્રથમ વખત રિયા ચક્રવર્તીના માતા-પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને સંધ્યા ચક્રવર્તીની પૂછપરછ કરી છે. પૂછપરછમાં CBIએ તે બંને (રિયા અને સુશાંત)ના સંબંધોને લઇને પ્રોપર્ટી અને પૈસાના મુદ્દા પર પણ સવાલો પૂછ્યા. પૂછપરછ 8 કલાક ચાલી હતી.
સીબીઆઇના સવાલોના લિસ્ટમાં અન્ય ઘણા મુદ્દા હતા જેમાં રિયા ચક્રવર્તીના ડ્રગ્સ કનેક્શન અને સુશાંતના પૈસાનું રોકાણ અને ખરીદવામાં આવેલી સંપત્તિઓ પરના સવાલ સામેલ હતા.
આ ઉપરાંત CBIએ આજે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાની, પૂર્વ મેનેજર શ્રુતિ મોદી, સુશાંતના કુક કેશવ અને નીરજની પણ પૂછપરછ કરી. આ ઉપરાંત રિયાના મિત્ર સુવેદ લોહિયાની પણ પૂછપરછ કરી છે.
એક તરફ CBI સુશાંત સિંહના મોતની તપાસ કરી રહી છે, તો બીજી તરફ ઈડી સુશાંત સિંહના પૈસાની હેરફેર અંગે તપાસ કરી રહી છે. ઇડીએ સતત બીજા દિવસે વેપારી ગૌરવ આર્યાની પૂછપરછ કરી છે.
સુશાંત સિંહ કેસમાં નાર્કોટિક્સ બ્યૂરોએ આજે એક ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. જે શખ્સની ધરપકડ કરી છે તેના પર બોલીવુડમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ ચે. NCBએ ડ્રગ્સ કેસમાં પણ ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે