Raj Kundra-Shilpa Shetty House: આ છે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનું ભવ્ય ઘર, જુઓ Inside તસવીર

પોર્નોગ્રાફી વીડિયો બનાવવાના આરોપમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. એટલે કે રાજ કુન્દ્રાને (Raj Kundra) હવે થોડા દિવસ સુધી જેલમાં રહેવું પડશે

Raj Kundra-Shilpa Shetty House: આ છે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનું ભવ્ય ઘર, જુઓ Inside તસવીર

નવી દિલ્હી: પોર્નોગ્રાફી વીડિયો બનાવવાના આરોપમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. એટલે કે રાજ કુન્દ્રાને (Raj Kundra) હવે થોડા દિવસ સુધી જેલમાં રહેવું પડશે. સામાન્ય રીતે લોકો જાણે છે કે, રાજ કુન્દ્રા એક જાણીતા ઉદ્યોગપતિ છે. ત્યારે જોવા જઇએ તો તેમનું ઘર પણ ખુબજ સુંદર અને આશ્ચર્યજનક હશે. તો આવો આજે તમને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રાના વૈભવી ઘરની અંદરની તસવીરો બતાવીએ.

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેના યોગના વીડિયો શેર કરતી રહે છે, જેમાં તેમના શાનદાર ઘરની એક ઝલક ફેન્સને જોવા મળે છે. એટલું જ નહીં, તેમણે પોતાના ઘરમાં એક ખૂબ જ શાનદાર જીમ પણ ખોલ્યું છે જેમાં તેમણે આખા લોકડાઉન દરમિયાન પોતાનો સમય પસાર કર્યો હતો.

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) હંમેશાં પોતાના લક્ઝુરિયસ ઘરના ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે છે. ભલે તે યોગ કરી રહ્યો હોય અથવા બાળકો અને પતિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી હોય. ફેન્સ તેમના દરેક ફોટાને પસંદ કરે છે

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના સી-ફેસિંગ વિલાનું નામ ‘Kinara’ છે અને તે દરિયાની ખુબ જ પાસે છે. તેમનો ગાર્ડન એરિયા પણ ખુબજ મોટ છે અને જોવામાં ખુબ જ વૈભવી છે. અહીં એક્ટ્રેસ યોગ કરે છે. અહીંયા બુદ્ધની એક સુંદર મૃર્તિ પણ લગાવવામાં આવી છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિલ્પા અને રાજ કુન્દ્રાના બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો આ બંગલો દરેક અર્થમાં વિશેષ છે. અહીં ઇન્ટિરિયર, બગીચા સહિતના દરેક ક્ષેત્રની ખાસ તૈયાર કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Also Watch

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news