મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના મહુવા ચાલી રહેલ મોરારી બાપુની ઓનલાઇન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું અનુદાન આવ્યું છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા શ્રોતાઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં આજ સાંજ સુધીમાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે.
ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું...
તલગાજરડામાં હાલ મોરારી બાપુની ઓનલાઈન કથા ચાલી રહી છે. આ કથામાં મોરારી બાપુએ મંદિરના નિર્માણમાં 5 કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી હતી. જેના બાદ દાતાઓએ દિલ ખોલીને દાન કર્યું છે. આજે 16 કરોડની રકમ એકઠી થઈ ગઈ છે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. ત્યારે આજે 5 કરોડના બદલે 16 કરોડની રકમ એકઠી થઈ ગઈ છે.
અમદાવાદનો દિલધડક કિસ્સો, મોટી ઉંમરે સંતાન થતા લોકો શું બોલશે એ બીકે દંપતી બાળકીને હોસ્પિટલમાં મૂકીને ફરાર થયું
દુનિયાભરમાંથી રામ મંદિર માટે રૂપિયા દાનમાં આવ્યા છે. અમેરિકાથી 3 કરોડ 51 લાખ રૂપિયા આવ્યા છે. તો યુકેથી 2 કરોડ 80 લાખ રૂપિયા દાન થયું છે. આ ઉપરાંત યુરોપથી પણ દાતાઓએ દાન કર્યું છે. આમ કુલ અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે