એક જ દિવસમાં 35 નવા કેસ સાથે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ

સતત વધી રહેલા નવા કેસમાં અત્યાર સુધી અમદાવાદે પોતાનો પહેલો ક્રમાંશ જાળવી રાખ્યો છે. ગુજરાતમાં કોરોના (corona virus) ની એન્ટ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાતા હોય છે. ત્યારે હવે સુરતીઓ પણ અમદાવાદના પગલે ચાલી રહ્યા છે તેવુ કહી શકાય. સુરતમાં આજે એક જ દિવસમા 35 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે જ સુરત (Surat) માં નવા કેસમાં રાફડો ફાટ્યો હોય તેવું કહી શકાય. જોકે, હજી પણ 87 કેસ સાથે સુરત રાજ્યમાં ત્રીજા નંબરે છે. 127 કેસ સાથે વડોદરા શહેર બીજા નંબરે છે. 
એક જ દિવસમાં 35 નવા કેસ સાથે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ

ઝી મીડિયા/બ્યૂરો :સતત વધી રહેલા નવા કેસમાં અત્યાર સુધી અમદાવાદે પોતાનો પહેલો ક્રમાંશ જાળવી રાખ્યો છે. ગુજરાતમાં કોરોના (corona virus) ની એન્ટ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાતા હોય છે. ત્યારે હવે સુરતીઓ પણ અમદાવાદના પગલે ચાલી રહ્યા છે તેવુ કહી શકાય. સુરતમાં આજે એક જ દિવસમા 35 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે જ સુરત (Surat) માં નવા કેસમાં રાફડો ફાટ્યો હોય તેવું કહી શકાય. જોકે, હજી પણ 87 કેસ સાથે સુરત રાજ્યમાં ત્રીજા નંબરે છે. 127 કેસ સાથે વડોદરા શહેર બીજા નંબરે છે. 

લોકડાઉનમાં પિતા વ્હાલસોયીનો ચહેરો ન જોઈ શક્યા, વીડિયો કોલિંગથી કર્યા અંતિમ દર્શન

નવા કેસ કયા વિસ્તારના 
35 નવા પોઝિટિવ કેસમાં સુરતના મન દરવાજા, કતારગામ અને રુસ્તમપુરા વિસ્તારો આવે છે. મોટાભાગના કેસ કોમ્યુનિટી સેમ્પલના રિપોર્ટના આધારે આવ્યા છે. રાંદેર બાદ હવે સેન્ટ્રલ અને લિંબાયત ઝોન વધારે હોટ સ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. જેથી આ કેસમાં આગામી દિવસોમા નવા કેસ સામે આવે તો નવાઈ નહિ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news