ગુજરાતમાં સરકારી કચેરીઓમાં 40થી 60 ટકા સ્ટાફની અછત, મુખ્ય સચિવે કહ્યું એક વર્ષમાં મોટાપાયે ભરતીઓ થશે

રાજ્યમાં અત્યાર સુધી અનેક સરકારી ભરતીની પરીક્ષા વિવાદોમાં આવી ચુકી છે. ક્યારેક પરીક્ષા રદ્દ કરવાની હોય કે ક્યારેક પેપર ફૂટી જતાં હોય છે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓ અને વિભાગોમાં કર્મચારીઓની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે મુખ્ય સચિવે કહ્યું કે આગામી એક વર્ષમાં મોટા પાયે ભરતીઓ થશે. 

Trending Photos

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં 40થી 60 ટકા સ્ટાફની અછત, મુખ્ય સચિવે કહ્યું એક વર્ષમાં મોટાપાયે ભરતીઓ થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં હંમેશા રાજનીતિ કરતા પણ ભરતીનો મુદ્દો વધુ ચર્ચામાં રહે છે...ભરતી કરવાની હોય કે ભરતી થઈ ગઈ હોય..ભરતીની જાહેરાત થાય કે પછી ભરતીની પરીક્ષા યોજાવાની હોય...તેમાં એનકેન પ્રકાર વિવાદ સામે આવી જ જાય છે..ત્યારે ફરી એકવાર સુશાસન દિવસની ઉજવણીમાં પણ ભરતીનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે....સુશાસન દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્ય સચિવે સ્વીકાર્યું છે કે સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત છે...ત્યારે કેવી રીતે આ અછતને પૂર્ણ કરવા ભરતી કરવામાં આવશે અને આ ખાલી જગ્યા ભરવી સરકાર માટે કેમ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે..જોઈએ આ ખાસ રિપોર્ટમાં..

વિકાસ માટે રોલ મોડલ ગણાતા ગુજરાતમાં સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે...સુશાસનમાં નબર-1 ગુજરાતની કેટલીક કચેરીઓ તો એવી છે જ્યાં 40થી 60 ટકા સ્ટાફ જ નથી...આ દાવો અમે નથી કરી રહ્યા...પરંતુ ખુદ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર સ્વીકાર કરી રહ્યા છે...એટલું જ નહીં પણ સુશાસનના સુવર્ણકાળમાં કેવી રીતે આગામી એક વર્ષમાં ભરતીઓ કરી આ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તેનો રોડમેપ પણ રજૂ કર્યો..

ભૂતકાળને યાદ કરીએ તો જ્યારે ભરતીઓ કરવાની વાત આવે તો પછી પરીક્ષા પદ્ધતિ અને નિયમો પર સવાલ ઉઠવા વ્યાજબી છે...કેમ કે છેલ્લા કેટલાક સમયમાં એક બાદ એક ભરતીની પરીક્ષાઓ રદ થવાથી સમગ્ર વ્યવસ્થા શંકાના ઘેરામાં આવી હતી...પરંતુ ભરતીમાં કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય અને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેના માટે પણ સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે...

આગામી એક વર્ષમાં આ ભરતી પ્રકિયા પૂર્ણ કરવાનું મુખ્ય સચિવ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે...પરંતુ આ કાર્ય સરકાર માટે એટલું સહેલું નથી રહેવાનું..જેના માટે મુખ્ય કારણ ગુજરાતમાં ખાલી પડેલી મોટી સંખ્યામાં જગ્યાઓ છે. ગુજરાતમાં કુલ 40 હજારથી વધુ જગ્યા પર ભરતી કરવાની બાકી છે...જેમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ, ASI, PSI સહિત કુલ 27 હજાર જગ્યા ખાલી છે..જ્યારે ગૌણ સેવાની તલાટી, જુનિયર ક્લર્ક, હેડક્લર્ક સહિતની 5 હજાર જગ્યા ખાલી છે..પંચાયત વિભાગમાં સંવર્ગની 18, મલ્ટી પર્પસ વર્કરની 1200, સિનિયર હેલ્થ વર્કર અને નર્સરીની 800, તલાટીની 1500 અને જુનિયર ક્લર્કની 600 જગ્યા ખાલી છે...તો શિક્ષણ વિભાગમાં 35 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે...જેમાં 1028 પ્રાથમિક અને 2,549 સરકારી-ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વગરની જ છે.

એક વાત તો નક્કી છે કે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર આગામી એક વર્ષમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરશે...એટલા માટે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો તો અત્યારથી જ તૈયારી પર વધુ ભાર આપવાનું ચાલુ કરી દે...પરંતુ જોવાનું એ રહેશે કે શું હવે નિયમો અને ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાથી અગાઉ થયેલી ભૂલનું પૂનરાવર્તન અટકી શકશે...કે પછી દર વખતની જેમ જાહેરાત થાય, પરીક્ષા લેવાય અને પછી ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરવાનો સિલસિલો યથાવત રહેશે...

ગુજરાતમાં આટલી જગ્યાઓ ખાલી
ગુજરાતમાં કુલ 40 હજારથી વધુ જગ્યા પર ભરતી કરવાની બાકી
કોન્સ્ટેબલ, ASI, PSI સહિત કુલ 27 હજાર જગ્યા ખાલી
ગૌણ સેવાની તલાટી, જુનિયર ક્લર્ક, હેડક્લર્ક સહિતની 5 હજાર જગ્યા ખાલી
પંચાયત વિભાગમાં સંવર્ગની 18, મલ્ટી પર્પસ વર્કરની 1200 જગ્યા ખાલી
સિનિયર હેલ્થ વર્કર અને નર્સરીની 800, તલાટીની 1500 જગ્યા ખાલી
શિક્ષણ વિભાગમાં 35 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી
1028 પ્રાથમિક અને 2,549 સરકારી-ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વગરની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news