પાકિસ્તાનની પુંછડી વાંકી તે વાંકી જ ! 30 માછીમારો સહિત 5 ભારતીય બોટોનું અપહરણ
ગુજરાતને કુદરતી રીતે સમૃદ્ધ દરિયા કિનારો મળ્યો છે, જેના કારણે કોસ્ટ વિસ્તારનાં મોટા ભાગના લોકો માછીમારી પર જ નભે છે. જો કે માછીમારી કરતા માછીમારોને નાપાક પાકિસ્તાન દ્વારા જે પ્રકારે દરિયામાંથી લાખો રૂપિયાની ભારતીય બોટો સાથે માછીમારોનાં અપહરણ કરી લેવાઇ છે. માછીમારોને વર્ષો સુધી હોસ્પિટલોમાં રાખીને ટોર્ચર કરાય છે અને પછી છોડી દેવાય છે. જ્યારે પકડાયેલી બોટ આટલા વર્ષો સુધી પડી રહેવાના કારણે ભંગાર થઇ ચુકી હોય છે. આ પ્રકારે માછીમાર જ્યારે જેલમાંથી છુટે ત્યારે તેનું જીવન લગભગ બરબાદ થઇ ચુક્યું હોય છે.
Trending Photos
પોરબંદર : ગુજરાતને કુદરતી રીતે સમૃદ્ધ દરિયા કિનારો મળ્યો છે, જેના કારણે કોસ્ટ વિસ્તારનાં મોટા ભાગના લોકો માછીમારી પર જ નભે છે. જો કે માછીમારી કરતા માછીમારોને નાપાક પાકિસ્તાન દ્વારા જે પ્રકારે દરિયામાંથી લાખો રૂપિયાની ભારતીય બોટો સાથે માછીમારોનાં અપહરણ કરી લેવાઇ છે. માછીમારોને વર્ષો સુધી હોસ્પિટલોમાં રાખીને ટોર્ચર કરાય છે અને પછી છોડી દેવાય છે. જ્યારે પકડાયેલી બોટ આટલા વર્ષો સુધી પડી રહેવાના કારણે ભંગાર થઇ ચુકી હોય છે. આ પ્રકારે માછીમાર જ્યારે જેલમાંથી છુટે ત્યારે તેનું જીવન લગભગ બરબાદ થઇ ચુક્યું હોય છે.
આજે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા 5 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. IMBL નજીક માછીમારી કરતી વખતે પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા 5 બોટ અને 3 0માછીમારોનું અપહરણ કરી લેવાયું હતું. અપહરણ કરાયેલી બોટો પોરબંદર, ઓખા અને વણાકબોરીની હોવાની શક્યતા છે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટો અને માછીમારોના અપહરણની ઘટનાઓ બનતી રહે છે.
જો કે છેલ્લા દોઢ મહિનાથી પાકિસ્તાન દ્વારા આ નાપાક હરકત કરવામાં આવી રહી છે. ભારત દ્વારા બિનકાયદેસર રીતે ઘુસતા અને બિનકાયદેસર વસ્તુઓ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવતી હોય તેવી બોટોને પકડવામાં આવે છે. જો કે પાકિસ્તાન જાણે તેનો બદલો લેવાનાં મુડમાં હોય તે પ્રકારે ભારત દ્વારા બોટ પકડવામાં આવે તે પછી ગીન્નાયેલા પાકિસ્તાન દ્વારા ભારતનાં કાયદેસર રીતે માછીમારી કરી રહેલા માછીમારોના અપહરણ કરી લેવામાં આવે છે. ભારતીય જળસીમામાં ઘુસીને ભારતીય માછીમારોને જ પકડી લેવાની હરકત વારંવાર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે