World Record: 47થી વધુ દેશોના 6.50 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી બનાવ્યો રેકોર્ડ

ભારત (India) ના બાર જ્યોર્તિલિંગ પૈકી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) વિશ્વના 47થી પણ વધુ દેશોમાં સોશિયલ મીડીયા (Social Media) દ્વારા શિવભકતો દર્શન કરે છે.

World Record: 47થી વધુ દેશોના 6.50 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી બનાવ્યો રેકોર્ડ

હેમલ ભટ્ટ, સોમનાથ: પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ (Somnath) મહાદેવના સોશિયલ મીડીયા (Social Media) ઉપર દર મહિને 6.50 કરોડ શિવભકતો દર્શનનો લાભ લીધો છે અને આ વિક્રમ સંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડ (Guinness Book of World Records) માં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ભારત (India) ના બાર જ્યોર્તિલિંગ પૈકી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) વિશ્વના 47થી પણ વધુ દેશોમાં સોશિયલ મીડીયા (Social Media) દ્વારા શિવભકતો દર્શન કરે છે. સોમનાથ ટ્રસ્ટ - ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવેલ કે, સોશિયલ મીડીયા ઉપર દર મહિને 6.50 કરોડ મુલાકાતીઓ મહાદેવના દર્શન કરી રહેલ હોય અને આ વિક્રમ સંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડ (Guinness Book of World Records) માં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ કરી છે. 

આ ઉપરાંત ગત તા.2 જુલાઇએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તથા ટ્રસ્ટી અમિત શાહ (Amit Shah) ને રૂબરૂ દિલ્હી ખાતે મળી સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ થયેલ માતૃ શ્રી અહલ્યાદેવી મંદિર અને શિલ્પ સ્થાપ્ત્યના આગવી રીતે રજુ કરતા સંગ્રહાલય, મ્યુઝીયમ લોર્કાપણ કરવા માટે સમય ફાળવવા જણાવ્યું અને રૂબરૂ શક્ય નહીં બને તો વર્ચ્યુઅલ લોર્કાપણ કરવા માટેની તારીખ જણાવશે.

તાજેતરમાં જ ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ આયકોનિક વિકાસ પ્રોજેક્ટના સુચિત કરાયેલા 16 પ્રોજેક્ટોનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા કેન્દ્રની ટીમે સોમનાથની મુલાકાત લીધી હતી. આ અહેવાલ તૈયાર કરી ભારત સરકારમાં રજુ કરવામાં આવી રહ્યો છે. આ ટીમ તા. 9/7/21 સોમનાથ (Somnath) ખાતે સ્થળ તપાસ કરી વિકાસ પ્રોજેક્ટો આગળ વધારવા નિરીક્ષણ કરેલ અને સોમનાથની ગૌશાળામાં શરૂઆતમાં માત્ર 20 ગૌવંશ સંખ્યા હતી જે 116 સુધી પહોંચી છે અને દૈનિક 250 લીટરથી વધુ ગાયના દુધના ઉત્પાદન સાથે દેશી પદ્ધતિ પ્રમાણે ઘી પણ બનાવી રહેલ છે. 
 

સોમનાથ મંદિર (Somnath Mahadev Temple) માં તા.17 જુલાઇથી દર્શન સમયમાં વધારો અને નિયંત્રણ સાથે આરતી દર્શન પૂણ્ય પ્રાપ્ત થતાં ભાવિકો કોવિડ 19 ના નિયમા પાલન સાથે ઉમટી રહ્યા છે. તા.1 જુલાઇ થી તા.21 જુલાઇ સુધીમાં 2,41,935 દર્શનાર્થીઓએ દર્શન કર્યાં છે જે જુલાઇ માસ અંતે દર્શનાર્થી આંકડો સાડા ત્રણ લાખ વટાવી આસ્થા, સલામતી, સંયમ સાથે પાર કરનાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news