સાવરકુંડલા માટે આજે સોનેરી સૂરજ ઊગ્યો! સુરતના ઉદ્યોગપતિ એ પોતાના ખર્ચે 70 વીઘા જમીન લઈને બનાવશે તળાવ

સાવરકુંડલા તાલુકાનું જીરા એટલે મોટું ગામ અને આ ગામમાં હંમેશા પહેલેથી જ વિખવાદ અને ડખો ચાલ્યો આવે છે જેના કારણે ગામનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી ત્યારે આ સરોવર ખાતમૂર્ત પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા,ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ હતી.

સાવરકુંડલા માટે આજે સોનેરી સૂરજ ઊગ્યો! સુરતના ઉદ્યોગપતિ એ પોતાના ખર્ચે 70 વીઘા જમીન લઈને બનાવશે તળાવ

કેતન બગડા/અમરેલી: સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને સુરત રહેતા ઉદ્યોગપતિ દ્વારા પોતાના ખર્ચે 70 વીઘા જમીન વેચાતી લઈને એક તળાવ બનાવવાનું નક્કી કરતા આજે પરિવાર અને મહાનુભાવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ કે જે ખારાપાટ વિસ્તારનું ગામ કહેવાય છે આ ગામમાં પાણીનો પ્રશ્ન તો છે જ ત્યારે જીરા ગામના વતની અને સુરત રહેતા પરેશભાઈ ડોબરીયા ને વિચાર આવ્યો કે મારે મારા વતન માટે કંઈક એવું કામ કરવું જોઈએ જે સમગ્ર ગામને ઉપયોગી થાય આ વિચારને તેણે જળસંચયના વિચારમાં પરિવર્તિત કરી પોતાના ખર્ચે 70 વીઘા જમીન વેચાતી લીધી અને આજે આ જમીન ઉપર વિઠ્ઠલરાય સરોવર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડોબરિયા પરિવાર અને રાજકીય અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોત વિધિથી આ સરોવરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ખાસ કરીને આસપાસના ગામોમાં આ સરોવરમાં એકઠું થનાર પાણીનો લાભ મળશે અને ખેતી માટે તેમજ પીવાના પાણીના સોર્સ ના તળ પણ ઊંચા આવશે તળાવ બનાવનાર ડોબરીયા પરિવારના મોભી પરેશભાઈ એ મીડિયા ના માધ્યમથી એવું પણ જણાયું કે જો તમને કુદરતે કંઈક આપ્યું હોય તો વતનનું ઋણ ચૂકવવા કાંઈક લોકોને ઉપયોગી થાય તેવું કામ કરવું. 

સાવરકુંડલા તાલુકાના જીરા ગામના લોકો મોટી સંખ્યામાં સુરત વસવાટ કરે છે સારા એવા ઉદ્યોગપતિઓ છે અને એમાંના એક ઉદ્યોગપતિ એટલે પરેશભાઈ ડોબરીયા.જીરા ગામ માટે આજે ગૌરવ નો દિવસ બની ગયો છે પાણીનો પ્રશ્ન હલ કરવા માટે પરેશભાઈ નું આર્થિક યોગદાન જીરા ગામના વિકાસ માટે પાયાનું યોગદાન બની ગયું છે આ સરોવરનું ખાતમુહૂર્ત પ્રસંગે રાજકીય મહાનુભાવો ગ્રામજનો ની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી. પરેશભાઈ ડોબરીયા હંમેશા જીરા ગામની ચિંતા કરતા હોય છે થોડા જ મહિના પહેલા જીરા અને આસપાસના વિસ્તારમાં 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી ગામ અને ગામના સીમાડાને હરિયાળુ કરવાનો પ્રયાસ કર્યો હતો તે બદલ ગ્રામજનો આગેવાનો પરેશભાઈને અભિનંદન આપી રહ્યા છે કારણ કે જીરા સહિત આસપાસના 11 ગામોને આ વિઠ્ઠલરાય સરોવરના પાણીનો લાભ મળશે. 

સાવરકુંડલા તાલુકાનું જીરા એટલે મોટું ગામ અને આ ગામમાં હંમેશા પહેલેથી જ વિખવાદ અને ડખો ચાલ્યો આવે છે જેના કારણે ગામનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી ત્યારે આ સરોવર ખાતમૂર્ત પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા,ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ હતી. જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ગામમાં ચાલી રહેલ વીખવાદને દૂર કરવા માટે ખાસ ટકોર કરી હતી તેમજ કૌશિકભાઇ વેકરીયા એ પણ ગામની મોટી સંખ્યામાં એકતા જોઈ અને આ એકતા કાયમી ટકી રહે તે માટે ની ટકોર કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. 

પોતાના વતન માટે કંઈક આપવા માટે આજે જીરા ગામના વતની અને સુરત રહેતા પરેશભાઈ ડોબરીયા એ પોતાના ખર્ચે 7 વિઘા જમીન ખરીદી ને ગામમાં તળાવ બનાવવાનું ભગીરથ કાર્ય નો આરંભ કર્યો છે ત્યારે આજે વિઠ્ઠલરાય તળાવ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં જીરા ગામમાં પાણી ના તળ ઉંચા આવશે અને ગામ લોકો અને ખેડૂતોને ફાયદો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news